અમદાવાદ : 'તારો પગાર ડબલ કરી આપીશ' કહીને શેઠે યુવતીને બાહુપાશમાં જકડી લીધી

News18 Gujarati
Updated: November 22, 2019, 2:45 PM IST
અમદાવાદ : 'તારો પગાર ડબલ કરી આપીશ' કહીને શેઠે યુવતીને બાહુપાશમાં જકડી લીધી
પ્રતિકાત્મક તસવીર

રિયલ એસ્ટેટ ઓફિસના શેઠે યુવતીની છેડતી કરી, યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

  • Share this:
અમદાવાદઃ ચાંદખેડામાં આવેલા એક મૉલમાં આવેલી રિયલ એસ્ટેટની ઓફિસના શેઠે કર્મીની છેડતી કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. યુવતીના આક્ષેપ પ્રમાણે શેઠ તેને રિલેશનશીપ રાખવા દબાણ કરતા હતા પણ યુવતી તે બાબતને સમર્થન ન આપતી હોવાથી શેઠે તેને પગાર ડબલ કરી આપવાની લાલચ આપી હતી. હાલ સમગ્ર કેસમાં ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

સરદારનગરમાં રહેતી 22 વર્ષીય યુવતી ચાંદખેડા વિસત ગાંધીનગર હાઇવે પર આવેલા ફોર ડી સ્ક્વેર મોલમાં એક રિયલ એસ્ટેટ ઓફિસમાં ઇન્ક્વાયરી ડેટા રાખવાનું કામ કરે છે. પાંચ દિવસ પહેલા મહિલા ઓફિસમાં હતી ત્યારે સાથીકર્મીઓ જમવા માટે ગયા હતા. આ સમયે શેઠ નાગેન્દ્ર તેની પાસે આવ્યા હતા અને તેની સાંથે સંબંધ રાખવા માટે કહ્યું હતું. જોકે, યુવતીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાનું નિશ્ચિત! નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે?

શેઠે પગાર ડબલ કરવાની ઑફર કરી

યુવતીની ના બાદ શેઠ નાગેન્દ્રએ તેને કહ્યું હતું કે, "તું કામ નહીં કરે તો ચાલશે, તું મારી સાથે ફક્ત સંબંધ રાખ." યુવતીએ શેઠને સ્પષ્ટ ના કહી દેતા શેઠે તેને પાછળથી બાહુપાશમાં ઝકડી લીધી હતી. બીજે દિવસે યુવતીની સાથી મહિલાકર્મી આવતા યુવતીએ તેને સઘળી હકીકત જણાવી હતી. અન્ય યુવતીએ તેને ધ્યાન રાખીને નોકરી કરવાની સલાહ આપી હતી. સાથે એવું પણ કહ્યું હતું કે, સાચવીને નોકરી નહીં કરે તો તું ભોગ બની જઈશ.

આ પણ વાંચો : BRTS અકસ્માત : મૃતકોના પિતાએ કહ્યુ, 'મારો આધાર જતો રહ્યો, હવે કંઈ બાકી નથી રહ્યું...'બાદમાં યુવતીએ તેના એક મિત્રને આ અંગે જાણ કરી હતી. આ અંગે વાતચીત થતી હતી ત્યારે જ શેઠે વાતો સાંભળી ગયા હતા. જે બાદ શેઠે તેને જેટલા દિવસ કામ કર્યું તેનો પગાર આપીને બીજા દિવસથી નોકરી પર ન આવવાનું કહ્યું હતું. યુવતીએ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 354 અને 354(એ) મુજબ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर