બીજા તબક્કાની 11 બેઠકના 16 બૂથ પર રવિવારે યોજાશે ફેર મતદાન
ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું. જોકે, ટેક્નિકલ ખામીને કારણે બીજા તબક્કાની 11 બેઠક પર ફરીથી મતદાન યોજાશે.
ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું. જોકે, ટેક્નિકલ ખામીને કારણે બીજા તબક્કાની 11 બેઠક પર ફરીથી મતદાન યોજાશે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું. જોકે, ટેક્નિકલ ખામીને કારણે બીજા તબક્કાની 11 બેઠક પર ફરીથી મતદાન યોજાશે. 11 બેઠકના 16 બૂથ પર ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા, એટલે કે 17મી ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન યોજાશે.
મળતી માહિતી પ્રમાણે 11 બેઠકના 16 બૂથ પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ચૂંટણી પંચે આ બૂથો પર ફરીથી મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે.
11 બેઠકમાં વિરમગામ, વટવા, વેજલપુર, દસક્રોઈ, વડગામ, સાવલી, ખાડીયા-જમાલપુર, સંખેડા, વિસનગર, બેચરાજી અને મોડાસાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર રવિવારે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી ફેર મતદાન યોજાશે.