પ્રથમ તબક્કાના 8 બૂથ પર 14મી ડિસેમ્બરે ફરીથી યોજાશે મતદાન

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 12, 2017, 12:45 PM IST
પ્રથમ તબક્કાના 8 બૂથ પર 14મી ડિસેમ્બરે ફરીથી યોજાશે મતદાન
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 14મી ડિસેમ્બરે 93 બેઠક માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાશે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 14મી ડિસેમ્બરે 93 બેઠક માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાશે.

  • Share this:
અમદાવાદઃ 9મી ડિસેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 બેઠક માટે મતદાન થયું હતું. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 14મી ડિસેમ્બરે 93 બેઠક માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાશે. તેની સાથે જ પ્રથમ તબક્કાના 8 બૂથ પર 14મી તારીખે ફરીથી મતદાન યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાઈ ગયું છે તેના આઠ બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે આ અંગેની આદેશ કર્યો છે. ચૂંટણી પંચે ટેક્નિકલ ખામી દર્શાવીને ફરીથી મતદાન કરવાનો આદેશ કર્યો છે. જે બૂથો પર ફરીથી મતદાન યોજાશે તેમાં જામજોધપુર, નિઝર, ઉના, ઉમરગામ બેઠકોના બૂથનો સમાવેશ થાય છે.

આજે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો અંતિમ દિવસ

બીજા તબક્કાની યોજાનાર  ચૂંટણી માટે પ્રચાર કરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પાંચ વાગ્યા બાદ કોઈ જાહેર સભા કે રેલી કરી શકશે નહીં. હવે બે દિવસ સુધી ડોર ટુ ડોર પ્રચાર અને મિટિંગોનો દૌર ચાલશે.
First published: December 12, 2017, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading