Home /News /madhya-gujarat /

કાનપુર ટેસ્ટ : ઓછી મેચમાં 200 વિકેટ સાથે અશ્વિન બન્યો વિશ્વનો બીજો બોલર

કાનપુર ટેસ્ટ : ઓછી મેચમાં 200 વિકેટ સાથે અશ્વિન બન્યો વિશ્વનો બીજો બોલર

ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને કાનપુર ટેસ્ટ મેચમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ઓછી મેચમાં 200 વિકેટ લઇને સૌથી ઓછી મેચમાં આ સિધ્ધિ મેળવનાર તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને કાનપુર ટેસ્ટ મેચમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ઓછી મેચમાં 200 વિકેટ લઇને સૌથી ઓછી મેચમાં આ સિધ્ધિ મેળવનાર તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને કાનપુર ટેસ્ટ મેચમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ઓછી મેચમાં 200 વિકેટ લઇને સૌથી ઓછી મેચમાં આ સિધ્ધિ મેળવનાર તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

અશ્વિને આ સિધ્ધિ પોતાની 37 ટેસ્ટ મેચમાં પુરી કરી છે. અશ્વિને ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે કીવી કેપ્ટન કેન વિલિયમ્સને આઉટ કરીને આ સિધ્ધિ પોતાને નામ કરી છે. અહીં ખાસ નોંધનિય છે કે, અશ્વિને એવો આ રેકોર્ડ બનાવ્યો છે કે કોઇ ભારતીય ખેલાડી એની આસપાસ પણ નથી.

આ રેકોર્ડ સાથે અશ્વિન વિશ્વનો બીજો બોલર બન્યો છે. જોકે ઓછી મેચમાં 200 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટે 36 મેચમાં 200 વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિને આ સિધ્ધિ મેળવવામાં એના કરતાં માત્ર એક જ ટેસ્ટ મેચ વધુ છે.

આ રેકોર્ડ સાથે 200 વિકેટ લેવામાં અશ્વિન નવમો ખેલાડી બન્યો છે. ભારત તરફથી હરભજનસિંહે 46 ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી.
First published:

Tags: આર અશ્વિન, ક્રિકેટ, ક્રિકેટ ટેસ્ટ મેચ, ટીમ ઇન્ડિયા, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन