શું રવિ શાસ્ત્રી બનશે ટીમ ઇન્ડિયાના નવા કોચ?

Haresh Suthar | Pradesh18
Updated: April 13, 2016, 5:32 PM IST
શું રવિ શાસ્ત્રી બનશે ટીમ ઇન્ડિયાના નવા કોચ?
#ટી-20 વિશ્વ કપ સેમીફાઇનલમાં થયેલી હાર સાથે રવિ શાસ્ત્રીનો ટીમ ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ પુરો થયો છે જેનો સીધો અર્થ એ છે કે આગામી જુલાઇ ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનાર ટેસ્ટ સીરિઝ પહેલા ભારતને એક સારા કોચની જરૂર છે અને બીસીસીઆઇએ આ મામલે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

  • Pradesh18
  • Last Updated: April 13, 2016, 5:32 PM IST
  • Share this:
નવી દિલ્હી #ટી-20 વિશ્વ કપ સેમીફાઇનલમાં થયેલી હાર સાથે રવિ શાસ્ત્રીનો ટીમ ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ પુરો થયો છે જેનો સીધો અર્થ એ છે કે આગામી જુલાઇ ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનાર ટેસ્ટ સીરિઝ પહેલા ભારતને એક સારા કોચની જરૂર છે અને બીસીસીઆઇએ આ મામલે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

બીસીસીઆઇ આ મામલે બોર્ડના ક્રિકેટ એડવાઇઝરી કમિટી કે જેમાં સચિન તેડુંલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડી છે એમની સાથે ચર્ચા વિચારણા કરવાનું મન મનાવી ચુક્યું છે. પરંતુ સુત્રોનું માનીએ તો શાસ્ત્રીને ટીમના ખેલાડીઓનું પુરૂ સમર્થન છે જેનો સીધો મતલબ એ છે કે રવિ શાસ્ત્રી ફરી એકવાર ટીમ ઇન્ડિયાના ટીમ ડાયરેક્ટર બની શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બીસીસીઆઇના સુત્રોએ કહ્યું છે કે, ખેલાડીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ઘણાખરા ખેલાડીઓ શાસ્ત્રીના કામથી ખુશ છે અને જો તે કાર્યકાળ વધારશે તો ખેલાડીઓ ખુશ થશે. તેમણે આગળ કહ્યું કે, આ મામલે જલ્દી જ કોઇ નિર્ણય લેવામાં આવશે. ટીમ ડાયરેક્ટર કે પૂર્ણ સમયના કોચ એ બંને પૈકી કોચની જ પસંદગી કરવા બોર્ડ વધુ ભાર મુકશે.
First published: April 13, 2016, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading