Home /News /madhya-gujarat /અકલ્પનીય : 18 મહિનાની બાળકીના પેટમાંથી તબીબોએ 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ કાઢ્યું, 5 લાખે એકને થતી બીમારી

અકલ્પનીય : 18 મહિનાની બાળકીના પેટમાંથી તબીબોએ 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ કાઢ્યું, 5 લાખે એકને થતી બીમારી

18 મહિલનાની બાળકીને થઈ હતી ફીટ્સ ટુ ફીટની સમસ્યા દર પાંચ લાખે એક બાળકીને સર્જાતી સમસ્યા

Ahmedabad News : ટ્વીટરના માધ્યમથી 18 મહિનાની બાળકીના પિતાનો સિવિલ હોસ્પિટલના ડોકટર સાથે ભેટો થયો અને સફળ સર્જરી કરવામાં આવી

તબીબી ક્ષેત્રે સૌથી મોટી અને અવિસ્મરનીય ઘટના સામે આવી છે.જેને જોઈને તમે પણ ચોંકી જશો કે આવું કેવી રીતે.અમદાવાદ માં  18 મહિનાની બાળકીના પેટમાંથી મળી આવ્યું છે 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ (Embryo) જેને સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ડોકટર દ્વારા જટિલ સર્જરી દ્વારા દૂર કર્યું છે.આ આખીય ઘટનામાં ટ્વીટર એ પણ અગત્યનો ભાગ ભજવ્યો છે.

આ છે મધ્યપ્રદેશ ની રહેવાસી 18 મહિના ની એ બાળકી જેને ખબર નહોતી કે તે ક્યાં સુધી જીવશે. પરંતુ ડોકટર ની ટીમ ને કારણે આ બાળકીને મળ્યું છે નવું જીવન. આ બાળકી જન્મથી એવી બીમારીનો ભોગ બની જેના વિશે ભાગ્યે જ કોઈક એ સાંભળ્યું હશે. વિશ્વમાં ૫ લાખ બાળકોમાં 1 બાળકમાં ફિટ્સ ટુ ફીટ નામનો રોગ જોવા મળે છે જેમ બાળકના જન્મ સમયે તેના ગર્ભ માં અવિકસિત ગર્ભ રહી જાય છે.

આ પણ વાંચો : પાટણના સાંસદની ભરતસિંહ ડાભીની કથિત Audio ક્લિપ Viral, 'બે વર્ષ પછી દારૂનો છાંટો પણ નહીં મળે'

આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી નું કહેવું છે કે આવા કેસ ભાગ્યે જ જોવા મળે છે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. બાળરોગ સર્જરી વિભાગના એસોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તી શાહના સહયોગથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રુણ દૂર કર્યું.
" isDesktop="true" id="1120501" >

કેવી રીતે બની આખી ઘટના ?

મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા આ પિતા જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 મહીનાના દીકરીની પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તેણી અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રુણ હોવાનું નિદાન થયુ. આ ભ્રુણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં. જેથી પિતાની નિરાશામાં વધારો થયો.

આ પણ વાંચો :  સુરત : સુપરસ્ટોરમાં ધોળેદિવસ ચોરીનો CCTV Video, ગઠિયો 'ગલ્લા પૂજન' કરી ગયો

તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરીને લઇને આવી પહોંચ્યા.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં દોઢ વર્ષની દીકરીના પેટમાં મળી આવ્યું 400ગ્રામનું અવિકસિત ભ્રુણ.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું. આ અંગે બાળકી ના પિતા નું કહેવું છે કે ડોકટર ની મહેનત ને કારણે તેમની બાળકી નો જીવ બચ્યો છે.

આ પણ વાંચો : સુરત : આ PHOTOS જોઈને તમે પણ કહેશો 'ત્રીજી લહેરને આમંત્રણ,' ભીડના ચિંતાજનક દૃશ્યો

સિવિલ હોસ્પિટલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય બહારથી પણ સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ક્યારેય કોઇ પણ દર્દીને સારવાર માટે ના પાડવામાં આવી નથી. તબીબો દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad news, Crime news, Embryo of 400 gram Removed from 18 Months Old girl in Ahmedabad, Rare Surgery in ahmedabad, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन