Home /News /madhya-gujarat /

અમદાવાદઃ corona દર્દીઓને શિકાર બનાવી રહ્યું છે દુર્લભ ફંગલ ઈન્ફેક્શન, બે દર્દીઓએ ગુમાવી આંખો

અમદાવાદઃ corona દર્દીઓને શિકાર બનાવી રહ્યું છે દુર્લભ ફંગલ ઈન્ફેક્શન, બે દર્દીઓએ ગુમાવી આંખો

ડો. પાર્થ રાણાની તસવીર

ચાર પૈકી બે દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે બે દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ચારેય દર્દીઓની વય 34થી 47 વર્ષ વચ્ચે છે.

અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસના કારણે લોકોમાં ભયનો માહલો જોવા મળ્યો છે ત્યારે કોરોના દર્દીઓ સાજા થયા બાદ પણપણ એક દુર્લભ ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે. Mucormycosis કોરોના બીમારી સામે ઝૂઝૂમનાર દર્દીઓ માટે વધુ પડકારરૂપ સમાચાર સામે આવ્યા છે. કોરોના દર્દીઓને (corona patient) અથવા હાલમાં જ રિકવર થનાર દર્દીઓને ગંભીર ફન્ગલ ઇન્ફેક્શનને લીધે ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદ સ્થિત રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન પાર્થ રાણાએ જણાવાયું હતું કે Mucormycosis નામના ફંગલ ઇન્ફેકશનને લીધે સર્જાતી તકલીફમાં મૃત્યુ દર 50 ટકા જેટલું છે. ચાર પૈકી બે દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે બે દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ચારેય દર્દીઓની વય 34થી 47 વર્ષ વચ્ચે છે, જે પૈકી બે દર્દીઓનું મોત થયું હતું.

ગત શુક્રવારે ભુજથી આજ સમસ્યાથી સાથે 67 વર્ષીય પુરુષને ક્રિટિકલ હાલતમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તમામ દર્દીઓની આંખોની કીકી ખૂબ જ મોટી થઈ ગઈ હતી. આ ચારેય દર્દીને ડાયાબીટીસને લીધે દવાના ભાગરૂપે કેટલાક સ્ટીરોઈડ પણ લેતા હતા.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દહેજ ન મળતા જાન ન આવી તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ, પિતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમતા રમતા 65 મોતીઓની માળા ગળી ગયું દોઢ વર્ષનું બાળક, રિપોર્ટ જોઈ ડોક્ટરો ચોંકી ગયા

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેન્ટિલેટરના સહારે જીવનની શરુઆત કરનાર નવજાત બાળકે 14 દિવસે આપી coronaને મ્હાત

તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોવાના લીધે ચેપ ફેલાયું હોવાનું પ્રથમીક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. Mucormycosisને ફેલાતા 25 થી 30 દિવસનો સમય લાગે છે, પરંતુ આ ચાર વ્યક્તિમાં કેસમાં 2થી 3 દિવસમાં ચેપ ફેલાયો છે.

કોરોના માંથી સાજા થયા બાદ મોટી ઉંમરના દર્દીઓ કે જેમને ડાયાબિટીસ સંતુલનમાં ન રહેતું હોય અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમનામાં આ રોગના લક્ષણો વિશેષ જોવા મળે છે. તો વારંવાર શરદી, નાક બંધ થઈ જવું, શ્વાસમાં તકલીફ, નાક માંથી દુર્ગંધ, નાક અને સાયન્સ ના ભાગે સોજો, નાક અને ગાલ કાળા પડવા, વિગેરે જણાય તો Mucormycosisના લક્ષણો હોઈ શકે છે.



આવી પરિસ્થિતિમાં ENT સર્જન નો અભિપ્રાય લેવો જરૂરી છે.. Mucormycosisને કારણે આંખો પર પણ તેની સીધી અસર પડે છે અને તેના કારણે મરીઝની પરિસ્થિતિ ઘણી જ ગંભીર બનતી હોય છે.. તેથી કોરોના ની બીમારી બાદ આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ બને છે.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, ગાંધીનગર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन