Home /News /madhya-gujarat /

પદ્માવત રિલીઝ થાય તે પહેલા અમદાવાદમાં રેપિડ એક્શન ફોર્સનો ખડકલો

પદ્માવત રિલીઝ થાય તે પહેલા અમદાવાદમાં રેપિડ એક્શન ફોર્સનો ખડકલો

    કાલે દેશભરમાં સંજય લીલા ભણસાલીની વિવાદોમાં સપડાયેલી 'પદ્માવત' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ગઈકાલે અમદાવાદમાં પદ્માવત વિવાદને કારણે ઘણી હિંસા વકરી હતી. જેના પગલે આવતી કાલે આવનારી ફિલ્મમાં સુરક્ષા ન જોખમાઈ તેના કારણે અમદાવાદમાં  રેપિડ એક્શન ફોર્સ ખડકાવી દેવામાં આવી છે.

    કરણી સેના સામે કાર્યવાહી

    કરણી સેના સામે પોલીસની કાર્યવાહી કરશે. પોલીસે તોડફોડ બદલ 30 લોકોની અટકાયત કરી નામજોગ ફરિયાદ કરી છે. ફિલ્મ પદ્માવતની રાજ્યમાં હિંસામાં 400 વિરૂદ્ધ રોયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 100થી વધુ બાઈકો જપ્ત કરાયા છે. આ ઉપરાંત અજાણ્યા લોકોની સીસીટીવી ફુટેજની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે.



    કરણી સેનાની ચિમકી

    મહત્વનું છે કે ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા કરણી સેનાએ દાવો કર્યો છે કે હજી પણ ફિલ્મમાં ખિલજી અને રાણી પદ્મીની વચ્ચે ડ્રીમ સીકવન્સ છે.અમદાવાદમાં યોજાયેલ પદ્માવત ફિલ્મ પર રાજપૂતોના વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સમાં કરણી સેનાના ચીફ લોકેન્દ્ર કાલવીએ કહ્યું હતું કે,  ફિલ્મના એક દ્રશ્યમાં ખિલજી સુતો દેખાય છે. કલ્પનામાં જે સ્ત્રી એની પાસેથી જાય છે તે દીપિકા પાદુકોણની ડુપ્લિકેટ છે. માફી માંગવાનો સવાલ જ નથી થતો જો કોઈ પાસે માંફી માંગવી હશે તો રાણી પદ્મીની પાસેથી જ માંગીશ. આખા દેશમાં ફિલ્મ નહીં ચાલે. આ આખા વિવાદમાં જે કોઈ દોષિત છે તે માત્ર ભણસાલી જ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મારી ધરપકડ કરતાં પહેલાની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ હોય શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Karni sena, Padmavat, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन