Ahmedabad Crime: 41 વર્ષ બાદ બળાત્કારનો કેસ ચાલ્યો, મહિલાએ કહ્યું- 'કેસ બંધ કરો, હુ ઘણી આગળ વધી ગઇ છું'
Ahmedabad Crime: 41 વર્ષ બાદ બળાત્કારનો કેસ ચાલ્યો, મહિલાએ કહ્યું- 'કેસ બંધ કરો, હુ ઘણી આગળ વધી ગઇ છું'
અમદાવાદમાં 41 વર્ષ બાદ બળાત્કારનો કેસ ચાલ્યો મહિલાએ કહ્યું કેસ બંધ કરો
Crime News: દુષ્કર્મની ફરિયાદના 41 વર્ષે કોર્ટમાં કેસ તો આવ્યો પણ પીડિતાએ જ હવે કેસમાં આગળ વધવાની ના પાડી દીધી. કહ્યું હું મારા જીવનમાં ઘણી આગળ નીકળી ગઈ છું હવે ભૂતકાળને ખોદવાની જરૂર નથી.
અમદાવાદની સેશન્સ કોર્ટમાં બળાત્કારનાં આરોપીને છોડી દેવામાં આવ્યો તેની પાછળનું કારણ જાણીને નવાઇ લાગશે કારણ કે પિડીતાએ પોતે આ કેસ બંધ કરવાનું જણાવ્યું છે.
આ મામલે મહિલાએ કોર્ટને લેખિતમાં નિવેદન આપ્યું હતું અને કોર્ટને કેસ બંધ કરવા વિનંતી કરી હતી. જે અનુસાર એડી. સેશન્સ જજ ડી એમ વ્યાસે તેમના આદેશમાં નોંધ્યું હતું. કોર્ટે આ વર્ષે 30 નવેમ્બરના રોજ પુરાવાના અભાવે દુષ્કર્મનાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. કેસની વિગતો અનુસાર 30 જૂન, 1980ના રોજ મુંબઈનો એક ટેક્સી ડ્રાઈવર અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી યુવતી સાથે કથિત રીતે ભાગી ગયો હતો. મુંબઈ જતી વખતે દંપતી સાથે યુવતીની અન્ય એક સ્ત્રી મિત્ર પણ જોડાઈ હતી. જોકે તેની આ સ્ત્રી મિત્ર તે જ વર્ષે 3 જુલાઈએ અમદાવાદ પાછી ફરી હતી અને ત્યાર બાદ પોલીસે 8 જુલાઈના રોજ પીડિત મહિલાને પણ શોધી કાઢી હતી.
મહિલાના પિતા સહિત ચાર સાક્ષીઓની જુબાની દ્વારા કોર્ટને જાણ થઈ હતી કે ટેક્સી ડ્રાઈવર બંને યુવતીઓને મુંબઈ લઈ ગયો હતો. એક સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે ડ્રાઈવરે બંને યુવતીઓને વાલકેશ્વરમાં તેના ઘરે રાખી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને યુવતીઓને આરોપીએ કેદ કરી ન હતી. અન્ય એક સાક્ષીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે 1 જુલાઈના રોજ ટેક્સી ડ્રાઈવરના લગ્ન કરાવ્યા હતા, પરંતુ તેણે કહ્યું હતું કે જોકે લગ્નમાં કઈ યુવતી હતી તે જોયું નહોતું. લગ્ન સમયે જે યુવતી હતી તેણે પોતાની ઉંમર 20 વર્ષ જણાવી હતી.
જોકે સમગ્ર કેસમાં કેન્દ્રમાં રહેલી સરખેજની મહિલાએ કોર્ટમાં પોતાની જુબાની આપવાનો ઇનકાર કર્યો હોવાથી, કોર્ટે કહ્યું કે પ્રત્યક્ષ કે પરોક્ષ પુરવાની ગેરહાજરીમાં, અન્ય સાક્ષીઓની જુબાનીનો કોઈ અર્થ સરતો નથી. કોર્ટે કહ્યું કે આરોપીના લગ્ન 1 જુલાઈ 1980ના રોજ થયા હતા. પરંતુ આરોપીએ સરખેજની જ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું પુરવાર થતું ન હતું. કોર્ટે કહ્યું હતું કે આરોપી વિરુદ્ધના પુરાવાઓ તેના દ્વારા અપહરણ, લગ્ન અથવા દુષ્કર્મની સાબિતી આપતા નથી
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર