દુષ્કર્મ મામલો: દિલ્હી પોલીસના અમદાવાદમાં ધામા, છબીલ પટેલ રફુચક્કર

News18 Gujarati
Updated: November 11, 2018, 11:10 AM IST
દુષ્કર્મ મામલો: દિલ્હી પોલીસના અમદાવાદમાં ધામા, છબીલ પટેલ રફુચક્કર
છબીલ પટેલ (ફાઈલ ફોટો)

એક વિધવા મહિલાએ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ દિલ્હીના દ્વારકા (પૂર્વ) પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, બ્લેકમેઈલ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે

  • Share this:
અબડાસાના પૂર્વ ધારાસભ્યની મુશ્કેલી વધી ગઈ છે. નડીયાદની વિધવા મહિલા પર દુષ્કર્મ કરવાને મામલે દિલ્હીની પોલીસે છબીલ પટેલની ધરપકડ માટે અમદાવાદમાં આવેલા તેમના મકાન પર ધામા નાખ્યા, પરંતુ દિલ્હી પોલીસ ધરપકડ કરે તે પહેલા જ છબીલ પટેલ રફૂચક્કર થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એક વિધવા મહિલાએ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ દિલ્હીના દ્વારકા (પૂર્વ) પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, બ્લેકમેઈલ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે. જેને લઈ દિલ્હી પોલીસ છબીલ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલા તેમના બંગ્લો પર આવી ચઢી હતી. પરંતુ, દિલ્હી પોલીસને નિરાશા હાથ લાગી, કારણ કે, છબીલ પટેલ ધરપકડથી બચવા માટે રફૂચક્કર થઈ ગયા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીના પોલીસ અધિકારીઓ હવે છબીલ પટેલની તપાસ માટે ભુજ જાય તેવી શક્યતા છે.

શું હતો મામલો?

દુષ્કર્મ વિધવા પીડિતાએ દિલ્હીમાં છબીલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વીડિયો ક્લીપ પણ વાયરલ કરી હતી. આ ક્લિપમાં પીડિતા દ્વારા માહિતી આપ્યા અનુસાર, 2016મા એક સામાજિક કાર્યક્રમમાં રાજકીય નેતા છબીલ પટેલ સાથે મારી મુલાકાત થઈ હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે તમારા જેવી ઘણી મહિલાઓને અમે કામ અપાવી પોતાના પગભર કરીએ છીએ. મને એમના પર વિશ્વાસ હતો પણ મને ખબર ન હતી કે, તે મારો ખોટો ઉપયોગ કરશે. બે વર્ષમાં હું તેની સાથે અમદાવાદ અને બીજી ઘણી જગ્યાએ મીટિંગમાં ગઈ હતી પરતું મને ક્યાંય કામ ન મળ્યું. 2017મા મને વિશ્વાસ અપાવ્યો કે દિલ્હીમાં મારા છેડા અડે છે હું NGOના માધ્યમથી કામ અપાવીશ, જેના કારણે 2017મા હું તેની સાથે દિલ્હી ગઈ. તે મને દિલ્હી તેના એપાટર્મેન્ટમાં લઈ ગયા અને કહ્યું તમે ફ્રેશ થઈ જાવ હું તમારા માટે ચા બનાવીને લઈ આવું છું. મને ખબર ન હતી કે, એ ચા મારા માટે બરબાદીની ચા હશે. એ ચા પીધા પછી હું બેહોશ થઈ ગઈ. જ્યારે મને ભાન આવ્યું ત્યારે એ મારા ફોટા પાડી રહ્યો હતો. તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. જેના કારણે મારા બોડી પાર્ટ પર એક અઠવાડિયા સુધી મને દુખાવો થયો. આ વાત હું કોઈને કહું તો કોઈ મારી વાત નથી માની રહ્યું. મને મીડિયાના માધ્યમથી ન્યાય મળે એ માટે હું આપની સમક્ષ આવી છું અને હિંમત કરી રહી છું કે, છબીલ પટેલને આકરી સજા થાય, જેના કારણે કોઈ પણ મહિલાનો ઉપયોગ કરવાની કોશિશ ન કરી શકે. મારા દુષ્કર્મના સમયે પડેલા ફોટા બતાવીને મને બ્લેકમેલ કરે છે. એ કહે છે કે તું મારા અન્ડરમાં છે. તું મારી વાત નહીં માને તો તારા બાળકોને મારી નાંખીશ. મારા બાળકો માટે હું કંઈ ન બોલી, એને મને હમણાં એટલી બ્લેકમેલ કરી કે તારા ફોટા અને વીડિયો કોઈને ન બતાવવા હોઈ તો હું કહું એ રાજકીય નેતા અને બિઝનેસમેન સાથે હનીટ્રેપ કરવું પડશે. જેના દ્વારા અમે રૂપિયા ઉઘરાવીને તને ભાગ આપીશું.તો આ બાજુ, પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે દુષ્કર્મના આરોપની પ્રતિક્રિયા આપતાં પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, હું ૧૭મી તારીખે માંડવી હતો, પૈસા આપીને કોઈને ફરિયાદ નોંધાવીને મને બદનામ કરવાનું આ રાજકીય ષડયંત્ર છે. હું ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી ગયો જ નથી, મારા રાજકીય દુશ્મનો ઘણાં છે. મને રાજકીય રીતે ફસાવવામાં અકિલા આવે છે. મહિલાની વાતો પાયાવિહોણી છે. જો મારો એક પણ ફોટો તે મહિલા સાથે હોય તો હું ફાંસી પર ચઢવા તૈયાર છું. આ બધુ મને બદનામ કરવાનું કાવતરું છે. મારી રાજકીય કારકિદી ખતમ કરી દેવા માટે હરિફને પાડી દેવાની વાત છે બીજુ કંઇ જ નથી. જો વાત કરવામાં આવે કે હું ૧૭મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં હતો તો આ આખી વાત વાહિયાત છે કારણ કે હું તે દિવસે મારી દીકરીનો જન્મદિવસ હતો, તેથી અમે માંડવીમાં તેની ઉજવણી કરી રહ્યાં હતા. તે દિવસના મારી પાસે ફોટોગ્રાફ્સ પણ છે. મારી એક માંગણી છે કે આની પોલીસ તપાસ થવી જોઇએ. જેથી બધુ સત્ય લોકોની સામે બહાર આવે.
First published: November 11, 2018, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading