અમદાવાદ :Video વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર અને સુષ્ટી વિરુધનું કૃત્ય આચરનાર બિલ્ડરની ધરપકડ

અમદાવાદ :Video વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર અને સુષ્ટી વિરુધનું કૃત્ય આચરનાર બિલ્ડરની ધરપકડ
સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધો

સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધો

  • Share this:
અમદાવાદ : નશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ બેભાન થતા મિત્રએ જ મિત્રની પત્નીના બિભત્સ વીડિયો ઉતારી ત્યારબાદ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી એટલું જ નહી પરણિતા પર અવાર નવાર બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ કર્યું હતું અને તે કેસ માં આરોપી બિલ્ડરની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા વર્ષ 2017માં તેમના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. જ્યાં પતિના મિત્ર બિલ્ડર સુનીલ ભંડેરી મળ્યા અને લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનીલ અવાર નવાર ઘરે આવતો જતો હતો.આ દરમિયાન જૂન 2017માં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો.

આ પણ વાંચોઅમદાવાદ : પત્નીને જેઠ સાથે પ્રેમ થઈ જતા ભાગી ગઈ! પતિએ મોટા પુત્રનું કર્યું અપહરણ

મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એ પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુનિલની હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી, આ દરમ્યાન વર્ષ 2019માં 11 ઓક્ટોબરના રોજ સુનીલ અને મહિલા ઘરે એકલા હતા. આ સમયે ઝઘડો થતા મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુનીલને મળવાનું બંધ કરી લોકોને મોકલી ધમકી આપતો હતો. હાલ કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડેરીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 26, 2020, 23:39 pm

ટૉપ ન્યૂઝ