Fraud Case: સરકાર સાથે છેતરપિંડી કરનાર એક વ્યક્તિની રાણીપ પોલીસે ધરપકડ કરી
Fraud Case: સરકાર સાથે છેતરપિંડી કરનાર એક વ્યક્તિની રાણીપ પોલીસે ધરપકડ કરી
પકડાયેલા આરોપીની તસવીર
Ahmedabad Crime News:વાહન વેચવાની મંજુરી રદ્દ કરી હોવા છતાં વાહન વેચ્યા હતા. સાથે જ દંડપેટે વ્યાજ ન ભરી સરકાર સાથે રૂપિયા 1.15 લાખની છેતરપિંડી કરી હતી.
અમદાવાદઃ સરકાર સાથે છેતરપિંડી (fraud case) કરનાર આરોપીની રાણીપ પોલીસે (Ranip Police) ધરપકડ કરી છે. વાહન વેચવાની મંજુરી રદ્દ કરી હોવા છતાં વાહન વેચ્યા હતા. સાથે જ દંડપેટે વ્યાજ ન ભરી સરકાર સાથે રૂપિયા 1.15 લાખની છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે ઓટો ડીલરની (Auto dealer) ધરપકડ કરી છે, અને તેના પિતા ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
રાણીપ પોલીસની કસ્ટડીમાં આવેલ આરોપીનુ નામ સાહિલ નૈશાધ શાહ છે. જે વિજય ચાર રસ્તા પાસે રહે છે. અને બાઈક્સ ઓટો ના નામે ડીલરશિપ ધરાવી વાહનોનુ વેચાણ કરે છે.
આરોપીએ વાહનના ઈનવોઈસ અને વિમો ઈશ્યુ કર્યા વિના તેનુ વેચાણ કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી તેનુ સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવ્યુ હતુ.. તે સમયગાળા દરમિયાન આરોપી એ કુલ 80 વાહનો વેચ્યા હતા. જે હકિકત સામે આવતા આરટીઓએ તપાસ શરુ કરી હતી.
જેથી આરોપી પિતા પુત્ર સાહિલ અને નૈશાધ શાહની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુનાની હકિકત પોલીસની સતર્કતાથી સામે આવી હતી.. ચાંદખેડા પોલીસે એક રિપોર્ટ આરટીઓ ને કર્યો હતો. જેમા વીમો ઈશ્યુ કર્યા વિના નવા બાઈકનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ..
જે બાઈક્સ ઓટો માંથી વેચાયુ હતુ. જેથી તપાસ કરતા આવા 80 વાહનો મળી આવ્યા હતા. જેમાંથી 69 વાહનોના વિમો શરૂ થયા ન હતા. ઉપરાંત ઓનલાઈન નોંધણી માટે પણ ખોટા ઈનવોઈસ રજુ કરવામાં આવ્યા હતા. જે બદલ બાઈકના વેચાણનો ટેક્ષ અને તેના દંડ પેટે કુલ 1.15 લાખ આરટીઓમાં ભરવાના હતા.
પરંતુ આરોપીએ તે પણ ન ભરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપી પુત્ર સાહિલ ની ધરપકડ કરી છે. પરંતુ તેના પિતા નૈશાધ ફરાર છે.
જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત આરોપી એ બનાવટી ઈનવોઈસ અને વિમાના દસ્તાવેજો ક્યાંથી બનાવ્યા , અને તેની સાથે કોની કોની સંડોવણી છે તે અંગે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર