Home /News /madhya-gujarat /

અમદાવાદ : રૂપિયા પડાવવા ગઠીયાએ વાપર્યું ગજબનું માઈન્ડ, બન્યો ઇન્ટેલિજન્સ ઓફિસર

અમદાવાદ : રૂપિયા પડાવવા ગઠીયાએ વાપર્યું ગજબનું માઈન્ડ, બન્યો ઇન્ટેલિજન્સ ઓફિસર

લાખો રૂપિયા પડાવી લેનાર કમલેશ શર્મા નામના ગઠીયાની રામોલ પોલીસે (Ramol police)ધરપકડ કરી

Fraud in Ahmedabad - આરોપીએ યુવાનને નોકરીની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 19 લાખ પડાવી લીધા

અમદાવાદ : ઇન્ટેલિજન્સ વિભાગમાં ઓફિસર હોવાનું કહીને કેન્દ્ર સરકારના (Central Government)ઇડી ડિપાર્ટમેન્ટમાં નોકરી (Job)આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેનાર કમલેશ શર્મા નામના ગઠીયાની રામોલ પોલીસે (Ramol police)ધરપકડ કરી છે. આરોપીએ યુવાનને નોકરીની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 19 લાખ પડાવી લીધા હતા.

આરોપી કમલેશ શર્માએ વસ્ત્રાલમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા વિવેક રાજપૂતને કેન્દ્ર સરકારના ઇડી ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 19 લાખ પડાવી લીધા છે. જોકે ફરિયાદીને પોતાની સાથે નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આરોપીની પત્ની ફરિયાદીની પત્નીની મિત્ર હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પોતાનું સ્ટાફ સિલેક્શનમાં સેટિંગ હોવાનું કહીને પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ, ઓફર લેટર અને આઇ કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો પણ મોકલી આપ્યા હતા. જોકે નોકરી માટે યોગ્ય જવાબ ના મળતા અંતે ફરિયાદીએ ઇડીની ઓફીસમાં જઈને આરોપીએ આપેલ દસ્તાવેજોની ખરાઈ કરતા આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું, જાણો કારણ

આરોપીએ આ અગાઉ પણ અન્ય બે લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યું છે. જે અંગે ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત યુનિર્વિસટીમાં ફરિયાદ દાખલ થઈ છે. આ સિવાય આરોપીએ અન્ય કોઈને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.

મોજ-શોખ માટે ATMમાં ચોરી કરવા ગયો, પરંતુ સાયરન વાગતા થઈ જોવા જેવી

શહેરમાં (Ahmedabad)એક જ રાત્રે ATM ચોરીના (Theft)બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં atm તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે મણિનગર (Maninagar)વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો હતો. રામોલ પોલીસની (Ramol Police)કસ્ટડીમાં આવેલ આરોપીનું નામ યસ ઉર્ફે હની ચૌહાણ છે. જે રામોલ વિસ્તારનો વતની છે. જેણે 15 તારીખે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનું ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Job, અમદાવાદ, ક્રાઇમ સમાચાર

આગામી સમાચાર