અમદાવાદઃ ગેંગરેપની પીડિતાનું મોત, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

News18 Gujarati
Updated: April 27, 2019, 8:08 AM IST
અમદાવાદઃ ગેંગરેપની પીડિતાનું મોત, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
રામોલ ગેંગરેપના આરોપી અંકિત અને ચિરાગ

ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અમદાવાદમાં એક યુવતી ઉપર ગેંગરેપ થયાની ઘટના બની છે. ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું. 20 વર્ષીય યુવતી ગર્ભવતી બનતા ગેંગરેપની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતીને મૃતબાળક અવતરતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. યુવતીના મોત બાદ ચિરાગ વાઘેલા અને અંકિત પારેખની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ હાથધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજની એન્ટ્રી થાય છે અને આ બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી. હાર્દિક અને રાજ પોલીસ પકડથી દૂર છે

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કિડની પર ગંભીર અસર થતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠ મહિના પહેલા તેને કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. આ ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શરીર સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા પતિએ પત્નીને ફટકારી

લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.ફરિયાદ નોંધાયાના એક મહિનાથી વધુ સમય થઇ ગયો હતો છતાં પોલીસ એક પણ આરોપી પકડી શકી નથી. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આ કેસમાં આરોપીઓને છાવરી રહ્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હતી.
Published by: ankit patel
First published: April 26, 2019, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading