રામોલ ગેંગરેપ: વધુ એક વોન્ટેડ આરોપી રાજેશ ઝડપાયો, હાર્દિક હજુ ફરાર

News18 Gujarati
Updated: April 30, 2019, 11:47 AM IST
રામોલ ગેંગરેપ: વધુ એક વોન્ટેડ આરોપી રાજેશ ઝડપાયો, હાર્દિક હજુ ફરાર
રામોલ ગેંગરેપ આરોપી રાજેશ

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. હજુ એક હાર્દિક નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.

  • Share this:
નવીન ઝા - અમદાવાદ

રામોલમાં કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસના નાસતા ફરતા બે આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં સફળતા મળી છે, હજુ પણ એક આરોપીની શોધખોળ ચાલુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, રામોલ કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાના નાસતા ફરતા બે આરોપીમાંથી રાજેશ નામના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજેશ અમદાવાદના રાણીપ વિસ્તારનો છે. જોકે, પોલીસે તેને ક્યાંથી ઝડપ્યો તે હજુ જણાવવામાં નથી આવ્યું.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. હજુ એક હાર્દિક નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે શનીવારે અન્ય બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે શનિવારે બંને આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરવાની પણ તજવીજ હાથધરી હતી. જોકે, આ કેસમાં અન્ય એક આરોપી પણ હજી ફરાર રહેતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

શું છે કેસ?રામોલમાં ગેંગરેપની પીડિતાને મૃતબાળક અવતર્યા બાદ ગંભીર રીતે બીમાર પડી હતી અને તેને કિડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેની ગુરુવારે મોડી રાત્રે મોત થયું હતું. ત્યારબાદ આ કેસમાં પોલીસ એક્સનમાં આવી હતી. અને પોલીસે મુખ્ય આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી હતી.

આ કેસમાં કડીઓ મેળવવા માટે જ્યાં જ્યાં હોટલ ગેસ્ટ હાઉસ દરેક જગ્યાએ આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ઉ ફોરેન્સીક પુરાવા એકઠા કરવા લાગી છે. ત્યારે પોલીસે આરોપી અંકિત અને ચિરાગના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને હવે આજે ઝડપાયેલા આરોપી રાજેશનો પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

શનીવારે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજેશની એન્ટ્રી થાય છે અને આ બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી. હાર્દિક હજુ પોલીસ પકડથી દૂર છે.
Published by: kiran mehta
First published: April 29, 2019, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading