રામોલ ગેંગરેપઃ આરોપી ચિરાગ અને અંકિતના DNA થયા, હાર્દિક અને રાજ વોન્ટેડ

News18 Gujarati
Updated: April 27, 2019, 1:32 PM IST
રામોલ ગેંગરેપઃ આરોપી ચિરાગ અને અંકિતના DNA થયા, હાર્દિક અને રાજ વોન્ટેડ
રામોલ ગેંગરેપના આરોપી અંકિત અને ચિરાગ

પોલીસે આજે શનિવારે બંને આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ હાથધરી હતી. જોકે, આ કેસમાંઅન્ય બે આરોપીઓ પણ હજી ફરાર રહેતા વોન્ટેડ જાહેર કરાયા છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ રામોલમાં કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી છે. પોલીસે આજે શનિવારે બંને આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ હાથધરી હતી. જોકે, આ કેસમાંઅન્ય બે આરોપીઓ પણ હજી ફરાર રહેતા વોન્ટેડ જાહેર કરાયા છે.

મળતી માહિતી પ્રમાણે રામોલમાં ગેંગરેપની પીડિતાને મૃતબાળક અવતર્યા બાદ ગંભીર રીતે બીમાર પડી હતી અને તેને કિડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેની ગુરુવારે મોડી રાત્રે મોત થયું હતું. ત્યારબાદ આ કેસમાં પોલીસ એક્સનમાં આવી હતી. અને પોલીસે મુખ્ય આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી હતી.

આ કેસમાં કડીઓ મેળવવા માટે જ્યાં જ્યાં હોટલ ગેસ્ટ હાઉસ દરેક જગ્યાએ આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ઉ ફોરેન્સીક પુરાવા એકઠા કરવા લાગી છે. ત્યારે પોલીસે આરોપી અંકિત અને ચિરાગના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસના અન્ય બે આરોપી હાર્દિક અને રાજ હજી ફરાર છે પોલીસ પકડથી દૂર છે. પોલીસે બંન્ને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ એનએસયુઆઇના કાર્યકર્તાઓ રામોલ પોલીસ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે.  અને રામોલ પોલીસ ઇન્સ્પેક્ટરને આ કેસમાં યોગ્ય તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી માંગ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ગેંગરેપની પીડિતાનું મોત, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડઉલ્લેખનીય છે કે, યુવતીના મોત બાદ ચિરાગ વાઘેલા અને અંકિત પારેખની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ હાથધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજની એન્ટ્રી થાય છે અને આ બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી. હાર્દિક અને રાજ પોલીસ પકડથી દૂર છે.
First published: April 27, 2019, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading