અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર
એક્સપર્ટ ઓપિનિયન : કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

કોરોનાના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવીર ક્યારે લેવા જોઈએ અને ક્યાં દર્દીઓને આ ઈન્જેક્શન ન લેવા જોઈએ તે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના વધતા સંક્રમણને પગલે રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા માટે લાઈનો લાગી રહી છે. તો મોટા ભાગની હોસ્પિટલમાં ઈન્જેક્શનની અછત વર્તાઈ છે. જોકે કોરોનાના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવીર ક્યારે લેવા જોઈએ અને ક્યાં દર્દીઓને આ ઈન્જેક્શન ન લેવા જોઈએ તે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. એટલું જ નહીં જો કારણ વગર કે જરૂરિયાત વગર દર્દીને રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવે તો દર્દીના કિડની અને લીવર પર માઠી અસર થવાની સંભાવના રહેલી હોવાનું નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે.

હાલમાં કોરોનાના અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસ વધ્યા છે. સરકારી હોસ્પિટલમાં તો રેમડેસિવીર ઈન્જેક્શનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાનો અને સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને આવા ઈન્જેકશનની જરૂર પડે તો ફાંફાં નહીં મારવા પડે તેવો દાવો હોસ્પિટલના અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ કફોડી હાલત ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની છે. કારણ કે તેમને ઝડપથી આ ઈન્જેકશન મળતા નથી. જોકે તે પાછળ પણ ખાનગી હોસ્પિટલના કેટલાક તબીબો જ જવાબદાર છે જે આડેધડ દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશન પ્રિસ્ક્રિપ્શન કરી રહ્યા છે.આ પણ વાંચો - ગુજરાતમાં રેમડેસિવીરની અછત વચ્ચે પણ સુરતમાં સી.આર. પાટીલે કરી 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા

આ અંગે જાણીતા ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે દરેક કોરોનાના દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા જરૂરી નથી. આ ઈન્જેકશન લઈ લેવાથી કોરોના મટી જાય છે તેવી ભ્રમણા લોકોમાં ફેલાયેલી છે. નિષ્ણાત ડોક્ટરની સલાહ વગર આવા ઈન્જેકશન દર્દીને આપવામાં આવે તો દર્દીના કિડની અને લીવર પર અસર થઈ શકે છે.

રેમડેસિવીર એક એન્ટી વાયરલ ડ્રગ છે જે વાયરસને ખતમ કરી નાખે છે. લોકોમાં અને કેટલાક ડોકટરમાં એવી ગેરસમજ ઉભી થઇ છે કે આ ઈન્જેકશન આપવાથી વાયરસ ઝડપથી ખતમ થઈ જશે. જેના કારણે વગર જરુરત પણ તેનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જેમને એમોનિયા ખરાબ હોય કે જેમને ખરેખર આ ઈન્જેકશનની જરૂર છે તેમને જ આપવા જોઈએ. 80 ટકા લોકોને કોરોનાનું ઇન્ફેક્શન માઇનર હોય છે. જેમને સામાન્ય તાવ હોય તો તેની જરૂરી દવાઓથી ફરક પડી જાય છે. પરંતુ જેમનામાં વાયરસનું ઇન્ફેક્શન વધારે હોય, ઓક્સિજનની જરૂર વધારે પડતી હોય અને જેમને ગંભીર બીમારી હોય તેઓએ જ આ ઈન્જેકશન નિષ્ણાત ડોક્ટરની સલાહ પ્રમાણે લેવાનું હોય છે.
Published by:Ashish Goyal
First published:April 10, 2021, 15:08 pm

ટૉપ ન્યૂઝ