Home /News /madhya-gujarat /

રખિયાલ પોલીસે ઇન્દોરથી બોગસ કોલ સેન્ટર ચલાવતા ભાઇ-બહેનની ધરપકડ કરી, આવી હતી મોડસ ઓપરેન્ડી

રખિયાલ પોલીસે ઇન્દોરથી બોગસ કોલ સેન્ટર ચલાવતા ભાઇ-બહેનની ધરપકડ કરી, આવી હતી મોડસ ઓપરેન્ડી

રખિયાલ પોલીસે ઇન્દોરથી બોગસ કોલ સેન્ટર ચલાવતા ભાઇ-બહેનની ધરપકડ કરી

ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો

અમદાવાદ : ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું છે. રખિયાલ પોલીસે ઇન્દોરથી બે આરોપીની ધરપકડ કરી અન્ય 10 ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નીરજ તિવારી અને રીતા તિવારી બન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલ બન્ને આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા પોતાના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો - રાજ્યમાં નિયંત્રણો હળવા કરાયા, સિનેમાઘરો ખુલશે, લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓને છૂટ

બોગસ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બાયોડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા હતાં. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરતા ત્યાર બાદ પકડાયેલ આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતા હતા. બાયોડીઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ન જાય તે માટે બાયોડીઝલ જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વીડિયો પણ મોકલવામાં આવતો હતો. એટલું જ નહીં કોઈ આરોપી દ્રારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલ કંપની સરનામું લખ્યું હતું. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયોડીઝલ ખરીદી કરવા તૈયાર થઈ જાય.

ઉલ્લેખનીય છે કે રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગરના વેપારી સાથે 46 લાખ રૂપિયા છેતરપિંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસને ઇન્દોર બોગસ કોલ સેન્ટરના તાર મળ્યા અને પોલીસે બે આરોપી ધરપકડ કરી 10 લાખ રૂપિયા બેંકમાં ફિઝ કરી દીધાં હતાં. અન્ય મુખ્ય આરોપી સહીત 10 ફરાર આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Fake call centre, Rakhial, Rakhial police, ઇન્દોર, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन