Rajyasabah Elections 2020 : કૉંગ્રેસને રાજકીય 'કોરોના', વધુ એક ધારાસભ્યની વિકેટ પડી, મોરબીના MLA મેરજાએ પંજાને મારી 'લપડાક'

News18 Gujarati
Updated: June 5, 2020, 1:14 PM IST
Rajyasabah Elections 2020 : કૉંગ્રેસને રાજકીય 'કોરોના', વધુ એક ધારાસભ્યની વિકેટ પડી, મોરબીના MLA મેરજાએ પંજાને મારી 'લપડાક'
બ્રિજેશ મેરજાએ ફરી એક વાર પત્ર પલટો કર્યો

ગુજરાત કૉંગ્રેસે બે દિવસમાં ત્રીજા ધારાસભ્ય ગુમાવ્યા, પ્રજા કોરોનાના કહેરમાં ત્રસ્ત, નેતાઓ રાજકારણમાં વ્યસ્ત, કૉંગ્રેસને રાજકીય 'કોરોના' થયો

  • Share this:
રાજ્યસભા (Rajya Sabha Election)ની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં (Eight Congress MLA Resign) છે. આ રાજકીય ઉથલપાથલના કારણે હવે કૉંગ્રેસે (Congress) રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. ગઈકાલે કૉંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ રાજીનામા આપ્યા બાદ આજે કૉંગ્રેસના મોરબીના ધારાસભ્ય (MLA Morabi) બ્રિજેશ મેરજા (Brijesh merja)એ રાજીનામુ (Resignation) ધરી દીધુ હતું.   બીજી તરફ ભાજપ (BJP) ત્રીજી બેઠક જીત હવે નિશ્ચિત થઈ ગઈ છે.

રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 172 ધારાસભ્યો છે. સામા પક્ષે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 34 મત મળે તો ઉમેદવાર જીતી શકે.

બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસ અધ્યત્રા સોનિયા ગાંધીને એક ઇમેલ લખીને જણાવ્યું કે 'હું કૉંગ્રેસ પાર્ટીમાં રહીને મારા મતવિસ્તારના લોકોની સેવા કરી શકું તેમ નથી. હું પાર્ટીને મને તક આપવા બદલ આભાર માનું છું. હું ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપું છું.'

આ પણ વાંચો :  Coronavirus : ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે સંઘ પ્રદેશ દમણ આવી રીતે રહ્યો corona મુક્ત 

આ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે 'મેં બ્રિજેશ મેરજાને પૂછ્યું કે તમને કોઈ દબાણ છે કે નહીં? તેમણે રાજીખુશીથી રાજીનામું આપ્યું છે કે નહીં? આ તમામ બાબતોની ખાતરી કરીને તેનું રાજીનામું સ્વીકાર્યુ છે. હવે બ્રિજેશ મેરજા ધારાસભ્ય રહેતા નથી.'

રાજ્યસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં?19મી જૂનના રોજ યોજનાર રાજ્યસભાની ચૂંટણીમાં જે પાંચ ઉમેદવારો છેતેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમિલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન મેદાનમાં છે. કૉંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ મેદાનમાં છે.

આ પણ વાંચો :   બ્રિજેશ મેરજાનું રાજીનામું મચ્છુ ડેમ પરથી કૂદીને આપઘાત કરવા સમાન : લલિત કગથરા

રિસોર્ટવાળી થવાની અણીએ

કૉંગ્રેસના વધુ ધારાસભ્યો તૂટી રહ્યા હોવાના કારણે હવે ફરીથી રિસોર્ટવાળી થવાના એંધાણ છે. ત્રણ દિવસમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. આ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાઈએએ કહ્યું હતું કે મારા મતે બ્રિજેશ ભાઈએ મચ્છું નદી પરથી સુસાઇડ કર્યો છે. આવા ભણેલા ગણેલા નેતા આવી ભૂલ કરે તેને સુસાઇડ ગણવી જોઈએ

કૉંગ્રેસના સાત ધારાસભ્યોના રાજીનામાં

મોરબી- માળીયા મિયાણા : બ્રિજેશ મેરજા
કરજણ : અક્ષય પટેલ
કપરાડા : જીતુ ચૌધરી
ધારી : જે.વી.કાકડિયા
લીંબડી : સોમા પટેલ
અબડાસા : પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડા : પ્રવિણ મારૂ
ડાંગ : મંગળ ગાવિત
First published: June 5, 2020, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading