શક્તિસિંહ ગોહિલે કહ્યું- વેક્સીનના કરોડો ડોઝ બહારના દેશોને આપી દીધા, આજે દેશવાસીઓને વેક્સીનના ડોઝ માટે રઝળવું પડે છે

શક્તિસિંહ ગોહિલે કહ્યું- વેક્સીનના કરોડો ડોઝ બહારના દેશોને આપી દીધા, આજે દેશવાસીઓને વેક્સીનના ડોઝ માટે રઝળવું પડે છે
કોરોનાના વેક્સીનેશનના દર 100 વ્યક્તિએ ડોઝ આપવાની ટકાવારીમાં ભારત દુનિયાના દેશોમાં 77માં ક્રમે : શક્તિસિંહ ગોહિલ

કોરોનાના વેક્સીનેશનના દર 100 વ્યક્તિએ ડોઝ આપવાની ટકાવારીમાં ભારત દુનિયાના દેશોમાં 77માં ક્રમે : શક્તિસિંહ ગોહિલ

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ અને દિલ્હી કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેશના દર 10 વ્યક્તિએ ડોઝ આપવાના ટકાવારીમાં ભારત દુનિયાના દેશોમાં 77માં ક્રમે છે . એટલે કે બહુ જ છેવાડે છે તે વાતનું અત્યંત દુઃખ છે. જે દેશો કોરોનાની વેક્સીનના ડોઝ આપવામાં અગ્રેસર રહ્યા છે ત્યાં કોરોના સંક્રમણની ચેઇન તૂટી છે અને જીવન રક્ષણ સાથે નોર્મલ સ્થિતિ બની ગઈ છે. દુનિયાના ચાર દેશો સેશલ્સ, ઇઝરાયલ, યુ.એ.ઈ અને સાન મેરિનોએ 100 વ્યક્તિની જનસંખ્યાએ 100 ડોઝ આપવાના આંકને પાર કરેલ છે જયારે યુકે અને અમેરિકાથી લઈને માલદીવ સુધીના અનેક એવા દેશો છે કે જેઓએ 100ની વસ્તીએ 80 કોરોનાની વેક્સીનના ડોઝ આપેલ છે. એટલે કે 80% સુધી પહોંચેલા છે. જયારે અત્યંત કમનસીબી એ છે કે વેક્સીન બનાવવાની ક્ષમતામાં દુનિયાનાં અગ્રેસર દેશોમાં સ્થાન ધરાવતા આપણા દેશમાં 100 વ્યક્તિએ પ્રથમ ડોઝ મળેલ હોય તેવા 10 વ્યક્તિ એટલે કે 10% જ છે અને જેમને બન્ને ડોઝ વેક્સીનના મળેલ હોય તેવાની ટકાવારી માત્ર 2.7% છે એટલે 100ની વસ્તીએ 1 ડોઝ અને બન્ને ડોઝ મળેલા એ બન્નેનો સરવાળો કરીએ તો પણ ભારત દેશ 13%ના આંકડાને પણ સ્પર્શી શકતો નથી.

રાજ્યસભા સાસંદ ગોહિલે જણાવ્યું હતું કે આ આંકડાઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ સરકારી આંકડાઓ આધારિત OURWORLDINDATA.ORG પરથી લીધેલા છે. આ સરકારી આંકડાઓ આધારિત ઑક્સફર્ડ યુનિવર્સિટીનો ડેટા ઈન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. ભારત દેશ પાસે વિકસીન બનાવવાની પુરેપુરી ક્ષમતા છે અને ભૂતકાળમાં શીતળા હોય કે પોલિયો જેવા રોગો હોય તેની સામે દેશવાસીઓને વેક્સીન પહોંચાડવાનું સફળતાપૂર્વકનું કામ કરીને સમગ્ર દુનિયામાં ભારત દેશે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આપણા દેશે ઉત્પાદન કરેલ વેક્સીન પ્રથમ આપણા નાગરિકોને આપવાને બદલે વેક્સીનના કરોડો ડોઝ બહારના દેશોને ભારત સરકારે આપી દીધા અને પરિણામે આજે આપણા દેશવાસીઓને વેક્સીનના ડોઝ માટે રઝળવું પડે છે.



આ પણ વાંચો - હૈદરાબાદના 110 વર્ષના મહંત કોરોનાને માત આપનાર સૌથી વયસ્ક વ્યક્તિ બન્યા

અમેરિકા જેવા સમૃદ્ધ દેશથી લઈને અનેક દેશો કે જેમણે કોરોનાની વેક્સીનનું ઉત્પાદન કર્યું હતું તેઓ એ પ્રાથમિકતા પોતાના દેશના નાગરિકોને જ આપી હતી અને પરિણામે ત્યાં જાનહાનિ પણ ઓછી થઈ છે અને જીવન સામાન્ય ઝડપથી બન્યું છે. અમેરિકાએ પોતાને ત્યાં બનતા ડોઝ માટે સૂત્ર આપ્યું હતું અમેરિકન ફર્સ્ટ. એટલે કે વેક્સીન પહેલા અમેરિકાના લોકોને જ મળશે અને જ્યાં સુધી અમેરિકાના લોકોને આસાનીથી વેક્સીન ઉપલબ્ધ ન થયું ત્યાં સુધી વેક્સીનના ડોઝ બહારના દેશોમાં ત્યાંની સરકારે પ્રતિબંધિત કર્યા હતા. ભારત સરકારની મોટી ભૂલના કારણે આપણા દેશે ઉત્પાદન કરેલા વેક્સીન પરદેશમાં આપી દીધા અને હવે બહારના દેશોમાંથી આપણે વેક્સીન આયાત કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ 16/10/2020ની મિટિંગમાં સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, વેક્સીનની ઉપલબ્ધતા માટે પ્લાન બનાવો અને દેશની વેક્સીન બનાવવાની ક્ષમતાને સત્વરે જોરદાર રીતે વધારો જેથી નાગરીકોને વેક્સીન ઉપલબ્ધ થવામાં તકલીફ ન થાય. કમિટીએ વધુમાં સબસિડી આપવા અને પુરેપુરી જનસંખ્યાને વેક્સીન આપવા ભલામણ કરી હતી.
Published by:Ashish Goyal
First published:May 14, 2021, 18:20 pm

ટૉપ ન્યૂઝ