રાજ્યસભા ચૂંટણી 2020: ટૉપ ટેન અમીર સાંસદોમાં પરિમલ નથવાણી અને નરહરિ અમીનનો સમાવેશ

News18 Gujarati
Updated: June 24, 2020, 12:56 PM IST
રાજ્યસભા ચૂંટણી 2020: ટૉપ ટેન અમીર સાંસદોમાં પરિમલ નથવાણી અને નરહરિ અમીનનો સમાવેશ
પરિમલ નથવાણી અને નરહરિ અમીનની ફાઇલ તસવીર

396 કરોડની સંપત્તિ સાથે પરિમલ નથવાણી બીજા સ્થાને અને નરહરિ અમીન 75 કરોડની સંપત્તિ સાથે આઠમા સ્થાને

  • Share this:
અમદાવાદઃ ગુજરાત રાજ્ય સભાની 4 બેઠકોની ચૂંટણી 19 જૂને યોજાઈ હતી જેમાં બીજેપીએ 3 બેઠક જીતી હતી અને કૉંગ્રસને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીત નહોતા મેળવી શક્યા. બીજેપીના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. આ સાથે સમગ્ર દેશમાં કુલ 62 રાજ્યસભાના સાંસદ ચૂંટાઈને આવ્યા છે. તેમાં બીજેપીથી ચૂંટાઈને આવેલા નરહરિ અમીન અને આંધ્ર પ્રદેશથી વાયએસઆર કૉંગ્રેસના સાંસદ પરિમણ નથવાણી ટૉપ 10 સૌથી અમીર સાંસદોની યાદીમાં આવે છે.

396 કરોડની કુલ સંપત્તિ સાથે પરિમલ નથવાણી સૌથી અમીર સાંસદોની યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે 75 કરોડથી વધુની સંપત્તિની સાથે નરહરિ અમીન આઠમા સ્થાને છે. નેશનલ ઇલેક્શન વૉચ (NEW) અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ (ADR)ના વિશ્લેષણ અનુસાર, આ યાદીમાં 2,577 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સાથે આંધ્ર પ્રદેશથી વાયએસઆર કૉંગ્રેસના સાંસદ અલ્લા અયોધ્યા રામી રેડ્ડી સૌથી મોખરે છે. મંગળવારે NEW-ADRએ જાહેર કરેલી તે 62 સાંસદોની સંપત્તિ અને અપરાધિક કેસોનું વિશ્લેષણ કર્યું જેઓ 19 જૂને ચૂંટણી બાદ કે નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય વાત છે કે, નોમિનેશન પેપરની સાથે આપવામાં આવલા આવકવેરા રિટર્ન મુજબ, નરહરિ અમીન અને પરિમલ નથવાણી જાહેર કરેલી આવકમાં પણ ટૉપ-10માં સામેલ છે. 2018-19ના વર્ષ અનુસાર, 48 કરોડ રૂપિયાની કુલ આવક અને 31 કરોડથી વધુ સેલ્ફ ઇન્કમની સાથે નરહરિ અમીન ત્રીજા સ્થાને છે. પરિમલ નથવાણીની કુલ આવક 14.4 કરોડ અને સેલ્ફ ઇન્કમ 14.34 કરોડ રૂપિયા છે અને તેઓ આ યાદીમાં ચોથા સ્થાને છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ પરિમલ નથવાણી સ્વતંત્ર સાંસદ તરીકે બે સળંગ ટર્મ ઝારખંડનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પરિમલ નથવાણી ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિેએશનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

પીઢ નેતા નરહરિ અમીને 2012માં કૉંગ્રેસ છોડીને બીજેપીનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. તે સમયે કૉંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં અમીને પાર્ટીને અલવિદા કહી દીધું હતું. નરહરિ અમીન ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

62 પૈકી 52 નવા ચૂંટાયેલા સાંસદો કરોડપતિ62 નવા સાંસદોમાંથી 52 એટલે કે 84 ટકા કરોડપતિ છે. તેમાં અલ્લા અયોધ્યા રામી રેડ્ડી પહેલા સ્થાને અને પરિમલ નથવાણી બીજા સ્થાને છે. બીજી તરફ, 379 કરોડની સંપત્તિ સાથે બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા ત્રીજા સ્થાને છે. બીજેપીના મહારાજા સનાજોબા લેશેંબાની પાસે સૌથી ઓછી 5,48,594ની સંપત્તિ છે. બીજેપીના અશોક ગસ્તી 19,40,048 રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં નીચેથી બીજા સ્થાને છે.

સૌથી ઉંમરલાયક અને યુવા સાંસદ કોણ?

સૌથી વધુ ઉંમરના સાંસદ જનતા દળ સેક્યુલરના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા છે જેઓ 87 વર્ષની ઉંમરે સાંસદ બન્યા છે. સૌથી ઓછી ઉંમરનસ સાંસદ પશ્ચિમ બંગાળની મૌસમ નૂર છે જેમની ઉંમર 40 વર્ષ છે.
First published: June 24, 2020, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading