Rajya Sabha election: ગુજરાતમાં રસપ્રદ થઈ રાજ્યસભા ચૂંટણી! કોંગ્રેસ માટે એક વોટનો છે ખેલ?

Rajya Sabha election: ગુજરાતમાં રસપ્રદ થઈ રાજ્યસભા ચૂંટણી! કોંગ્રેસ માટે એક વોટનો છે ખેલ?
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યસભા ચૂંટણીમાં તેમની સીટો ભલે ઓછી હોય પરંતુ તેમની બે સીટો હવે પાકી થતી દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને હવે બીજી સીટ માટે માત્ર એક વોટની જરૂર છે.

  • Share this:
    અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) થનારી રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha election) રસપ્રદ વળાંક ઉપર પહોંચી છે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં સતત ધારાસભ્યોના રાજીનામાનો દોર ચાલું છે. આમ છતાં પાર્ટી હિંમત હારી નથી. ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યસભા ચૂંટણીમાં તેમની સીટો ભલે ઓછી હોય પરંતુ તેમની બે સીટો હવે પાકી થતી દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress)ને હવે બીજી સીટ માટે માત્ર એક વોટની જરૂર છે. જોકે, આ કેવી રીતે સંભવ થશે એ પાર્ટીએ જણાવવાનો ઈન્કાર કર્યો છે.

    ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે અમે રાજ્યસભા ચૂંટણીની તૈયારી કરી લીધી છે. અમારા કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી પહેલા જ પાર્ટીનો સાથ છોડી દીધો છે. આમ છતાં કોંગ્રેસ પાર્ટી ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં બે સીટો ઉપર કબ્જો કરશે.



    આ પણ વાંચોઃ-વિનાશક ભૂકંપનો સંકેત! બે મહિનામાં 12 વખત આવ્યા ભૂકંપના આંચકા, વૈજ્ઞાનિકોની ચિંતા વધી

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી સીટ માટે હવે તેમને માત્ર એક વોટની જરૂર છે. રાજીવે કહ્યું કે અમે નંબર ઉપર ચર્ચા એટલા માટે નહીં કરીએ કારણ કે આ અમારી રણનીતિનો હિસ્સો છે. જો કે તેમણે આ દરમિયાન 2017 રાજ્યસભામં અહમદ પટેલ કેસનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે, સંખ્યાબળ ઉપર કામ કરી રહ્યા છે અને બેકાર નથી બેઠા.

    આ પણ વાંચોઃ-ચેતવણી! 4 કરોડ લોકોના ફોમાં છે 2020ની સૌથી ખતરનાક એપ, ફટાફટ ડિલિટ કરવાની સલાહ

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે બીજેપી ઉપર ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. ગત દિવસોમાં ટ્વીટ કરીને કોંગ્રેસે કહ્યું હતું કે, ગુજરાતમાં બીજેપી સરકાર કોરોના વાયરસના સંક્રમણના રોકાણમાં સફળ નથી થઈ શકી. પરંતુ ધારાસભ્યોની ખરીદી કરવા તેમનું પૂર્ણ નિયંત્રણ છે.

    શું ગુજરાતમાં રાજ્યસભાનું ગણિત?
    રાજ્યસભામાં ગણિત સમજીયે તો ગુજરાતમાં બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. એનસીપી પાસે એક અને બીટીપીના 2 ધારાસભ્યોનું તેમને સમર્થન છે. કુલ મળીને 106 ધારાસભ્યો બીજેપી પાસે છે. અત્યાર સુધી કોંગ્રેસની પાસે 73 ધારાસભ્યો હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે જીજ્ઞેશ મેવાણીનો પણ સાથ હતો. પરંતુ નવા સમીકરણોમાં 8 કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ત્યારબાદ કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી અંગે 66 ધારાસભ્યોની સંખ્યા છે.
    First published:June 08, 2020, 17:20 pm