રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા 15 ડીસેમ્બરે ગાંધીનગરમાં મહારેલીનુ આયોજન

News18 Gujarati
Updated: November 8, 2019, 10:03 PM IST
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા 15 ડીસેમ્બરે ગાંધીનગરમાં મહારેલીનુ આયોજન
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા 15 ડીસેમ્બરે ગાંધીનગરમાં મહારેલીનુ આયોજન

કરણી સેના દ્વારા એટ્રોસિટી એક્ટને લઈને 11મી નવેમ્બરે ગુજરાત બંધનુ એલાન અપાયુ

  • Share this:
અમદાવાદ, સંજય જોશી : રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા 15 ડીસેમ્બર 2019ના રોજ ગાંધીનગરમાં મહારેલીનુ આયોજન કરવામા આવ્યુ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે મહારેલીના મહત્વના ત્રણ મુદ્દાઓ રજુ કર્યા હતા.

આ ત્રણ મુદ્દામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જેનાથી ગૌહત્યા રોકી શકાય. એટ્રોસિટી એક્ટનો દુરપયોગ રોકવો અને તપાસ વગર ધરપકડ ન કરવી જોઈએ. આ એક્ટમાંથી કલમ 18A જે બિન જામીન માટેની કલમ છે તે હટાવવી જોઈએ. આ સિવાય આરક્ષણની સમીક્ષા થવી જોઈએ અને આરક્ષણ જાતિગત આધાર પર નહી પણ આર્થિક આધાર પર હોવી જોઈએ જેથી દરેક જ્ઞાતિના ગરીબ પરીવારો તેનો લાભ મેળવી શકે. ઉલ્લખનીય છે કે 31મી ઑક્ટોબરે રાપર ખાતે રાજ શેખાવત પર એટ્રોસિટીની ફરીયાદ દાખલ થઈ છે. તેને લઈને પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ સમાજના અગ્રણીઓએ કરણી સેનાને સમર્થન જાહેર કર્યુ છે અને આગામી 15 ડિસેમ્બરની રેલી પહેલા કરણી સેના દ્વારા આગામી 11મી નવેમ્બરે ગુજરાત બંધનુ એલાન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો - નીતિન પટેલે કહ્યું - પાક વીમો લીધો ના હોય તેમને પણ રાજ્ય સરકાર વળતર આપશે

કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણે મુદ્દાઓને લઈને અમે ગાંધીનગરમાં મહારેલી કરીશું અને સરકારને આવેદન પત્ર આપીશુ. સાથે સાથે આગામી 11મી નવેમ્બરે અમે જે બંધનુ એલાન આપ્યુ છે તેમાં મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં જ મારી ઉપર રાપરની સભાને લઈને એટ્રોસિટીની ખોટી ફરીયાદ થઈ છે. મેં ભડકાઉ ભાષણ આપ્યું હોય તો તે માટે મારી પર કેસ કરો પરંતુ એટ્રોસિટીનો કેસ મારી પર કરવામા આવ્યો તે ખોટો છે અને જે વ્યક્તિએ આ કેસ કર્યો છે તેણે મારી પર એટ્રોસિટીનો 13મો કેસ કર્યો છે. એટલે આવા ખોટા કેસ કરનારાઓ સામે સરકાર કડક કાયદાઓ બનાવે તે માટે અમે 11 નવેમ્બરે ગુજરાત બંધનુ એલાન કર્યુ છે.

પાટીદાર અનામત આંદોલ દરમિયાન એકસમયે હાર્દિક પટેલના સાથી અને તાજના સાક્ષી બનનાર કેતન પટેલ ફરી આંદોલનના રસ્તે ચાલી રહ્યા છે. હવે તે ભાજપમાં સામેલ થયા છે. તેમ છતા રાજ શેખાવત સાથે ગુજરાત બંધ અને આંદોલનની અંદર સહયોગ આપવા પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. ત્યારે જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપ કેતન પટેલ સામે શિસ્તભંગના કેવા પગલા લેશે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर