અમદાવાદ: રાજપથ ક્લબમાં ચૂંટણીનો માહોલ, કોણ મારશે બાજી?

અમદાવાદ: રાજપથ ક્લબમાં ચૂંટણીનો માહોલ, કોણ મારશે બાજી?
રાજપથ ક્લબ.

આમ તો ઘણાં સમયથી ચૂંટણી પહેલાં સમજાવટથી કામ લેવાય છે અને ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા અરજ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે 16માંથી 12 ઉમેદવારો મેદાનમાં છે.

  • Share this:
અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત ક્લબ રાજપથમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે. દર વર્ષે કલબના નિયમો પ્રમાણે 30 ડિરેક્ટર્સમાંથી 10 ડિરેકટર્સે રાજીનામું આપવું પડતું હોય છે, ત્યારબાદ 10 ડિરેક્ટર્સના પદની ચૂંટણી યોજાતી હોય છે. અમદાવાદના રાજપથ ક્લબની ચૂંટણીમાં બુધવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ડિરેક્ટરની 10 પોસ્ટ માટે 12 જેટલાં ઉમેદવારોએ ઝંપલાવતા હવે આ ચૂંટણી યોજાશે.

10 પદ માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતારાજપથ ક્લબમાં ડિરેક્ટર બનવા માટે વર્ષોથી ક્લબમાં એક્ટિવ મેમ્બર રાહ જોતા હોય છે. જેમને સત્તા અને સન્માન આપવામાં આવે છે. કાયદાની રૂએ ક્લબના 10 મેમ્બર 10 ડિરેક્ટર બની શકે અને તેનાં પણ રુલ્સ હોય છે. આ વર્ષે 10 ડિરેકટર પદ માટે 16 જેટલાં ઉમેદવાર મેદાનમાં જોવા મળ્યા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લાં દિવસે 4 જેટલાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.

આમ તો ઘણાં સમયથી ચૂંટણી પહેલાં સમજાવટથી કામ લેવાય છે અને ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા અરજ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે 16માંથી 12 ઉમેદવારો મેદાનમાં છે. જેથી હવે ચૂંટણી યોજાશે તે નક્કી છે. ચૂંટણી પહેલાં જો કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો તેની ડિપોઝિટ પાછી નથી મળતી.

કેવી રીતે થશે મતદાન?

કોરાના વાયરસના કપરા કાળમાં આ વર્ષે ક્લબમાં લોકો એકત્ર ન થાય તે માટે મતદાન કરવામાં આવશે. આ માટે ક્લબ દ્રારા ઈ-વોટિંગ સિસ્ટમ અપનાવવામાં આવી છે. ક્લબમાં વર્ષોથી પાવર પેનલનું રાજ હોવાથી આ વર્ષે પણ ઈ-વોટિંગ સિસ્ટમ હોવા છતાં પાવર પેનલ આવે તેવી પ્રબળ શક્યતા રહેલી છે.

આ પણ જુઓ-

યૂંટણીમાં કોણ કોણ મેદાને?

1) અશેષ માનવેન્દ્રભાઈ પટેલ
2) મિહીર સુબોધભાઈ શાહ
3) વિક્રમ કાંતિલાલ શાહ
4) મનિષ દેવેન્દ્રભાઈ શાહ
5) નૈનેશભાઈ બબલદાસ પટેલ
6) નગીનભાઈ ગણપતભાઈ પટેલ
7) નરેન્દ્ર ગુરમુખદાસ પટેલ
8) કંદર્પ કૃષ્ણકાંત અમિન
9) બિપીન નારણભાઈ પટેલ
10) જીગીશ મહેશભાઈ શાહ
11) પ્રિન્સ રસીલકાલ ભૂપતાણી
12) કૃષ્ણકાંત કૃંદનલાલ અગ્રવાલ
Published by:Vinod Zankhaliya
First published:October 29, 2020, 12:53 pm

ટૉપ ન્યૂઝ