આતંકવાદ પર પાકિસ્તાન ગંભીર હોય તો હાફિઝ પર કાર્યવાહી કરેઃરાજનાથસિંહ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 4, 2017, 7:14 PM IST
આતંકવાદ પર પાકિસ્તાન ગંભીર હોય તો હાફિઝ પર કાર્યવાહી કરેઃરાજનાથસિંહ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ નેટવર્ક 18 ગૃપના એડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુંમાં યુપીની રાજનીતિ અને પોતાની ભૂમિકા પર જવાબો આપ્યા હતા. યુપીમાં સત્તામાં આવ્યા પર મુખ્યમંત્રી પદના દાવેદાર પર સવાલ પર રાજનાથે કહ્યુ કે હું દેશનો ગૃહમંત્રી છું. હવે મુખ્યમંત્રી બનુ તો બીજા સાથે અન્યાય થશે.

  • Share this:

rajnath11

પાકિસ્તાનમાં કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક પછી પહેલી વાર ટીવી ચેનલ પર ઇન્ટરવ્યુંમાં તેમણે દાઉદ ઇબ્રાહિમથી લઇ હાફિઝ સઇદ સુધી કરેલા સવાલોના જવાબ આપ્યા હતા.

ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યુ કે ભારત એ વાતની ગેરંટી નથી આપતું કે પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં બીજી વાર સર્જિકલ સ્ટ્રાઇક નહી કરે. નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમા રાજનાથસિંહે પાકિસ્તાનને મોટો સંદેશો આપતા કહ્યુ અમે પડોશી દેશો સાથે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ તે માટે અમારી સરહદ અને જવાનોની સુરક્ષા સાથે સમજોતા નહી કરીએ.

rahul josi rajnath1
રાજનાથે પાકિસ્તાન પર નિશાન તાકતા કહ્યુ કે આતંકવાદી સંગઠન કે કોઇ બીજા અમારા દેશને નિશાન બનાવશે તો અમે બીજીવાર સર્જીકલ સ્ટ્રાઇક નહી કરીએ એવી ગેરંટી આપતા નથી.સર્જિકલ સ્ટ્રાઇક પછી ગૃહમંત્રીએ કહ્યુ કે ઇસ્લામાબાદમાં મુંબઇ હુમલાનો મુખ્ય સાજિસકર્તા અને આતંકીસંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા જેવા છે. જો આ સાચુ છે કે પાકિસ્તાન સરકાર આતંકિયો સામે એક્સન લેવા માટે ગંભીર હોય તો સઇદ પર કાર્યવાહી કરવી જોઇએ અને તેને જેલ મોકલી દેવો જોઇએ. તેમણે કહ્યુ મને વિશ્વાસ છે અમે લોકો તેને(હાફિઝ સઇદ)ને ભારત પાછો લાવવામાં સફળ થઇશું. પરંતુ થોડો સમય જરૂર લાગશે.

રામ મંદિર ભાજપનો રાજનિતિક મુદ્દો નથી

રામ મંદિર પર તેમણે કહ્યુ કે ભાજપનો આ રાજકિય મુદ્દો નથી. ભાજપ સમાજને વહેચીને રાજનીતી નથી કરતું. સાધન સુલભ કરાને હિન્દુત્વથી જોડવું ઠીક નથી. હાલના આરક્ષણની વ્યવસ્થામાં કોઇ છેડછાડ પણ નહી કરાય.

rajnath interview

તેમણે કહ્યુ કે સપાના પારિવારિક કલેહથી ઉત્તર પ્રદેશની જનતાને નુકશાન થયું છે. પરંતુ યુપીની જનતા રાજનીતિક રૂપથી જાગરૃત છે. દેશમાં ગરીબી વધારવાનું શ્રેય કોંગ્રેસને જાય છે. યુપીમાં કાનુન વ્યવસ્થા, બેરોજગારીથી પ્રજા ત્રાહિમામ છે.

ગોવા અને પંજાબમાં જીત મેળવીશું

ગોવા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લડાઇ પર રાજનાથે જવાબ આપતા પોતાની રાય રાખી હતી. ગોવામાં ચુંટણી પર તેમણે કહ્યુ કે પરિકરને ગોવાની દેખરેખ રાખવા કહેવાયું પરિકર ગોવાના લોકપ્રિય ચહેરો છે. ગોવામાં ભાજપ પુર્ણ બહુમતિથી સરકાર બનાવશે. જ્યારે પંજાબમાં પણ તેમણે કહ્યુ કે શિરોમણી અકાલી દળ(બાદલ) અને ભાજપના ગઠબંધનની સરકાર બનશે.

rajnath singh 1

નોટબંધી પર બોલ્યા રાજનાથ

નોટબંધીના સવાલ પર રાજનાથે કહ્યુ કે આ નિર્ણય પ્રધાનમંત્રીની દઢ ઇચ્છા શક્તિ સાથે લેવાયેલો નિર્ણય છે. સોચ-સમજી રાષ્ટ્રહિતમાં નોટબંધીનો મોટો નિર્ણય કરાયો છે. પરંતુ જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ઘણા અર્થ શાસ્ત્રીઓએ નોટબંધીના નિર્ણયની પ્રસંસા કરી છે. નોટબંધીથી કાળુનાણુ સમાપ્ત કરવા માગીએ છીએ. આ નિર્ણયને દેશવાસીઓએ આવકાર્યો છે.
First published: February 4, 2017, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading