ભૂલથી સરહદ પાર પહોંચી જનાર જવાનને પરત લવાશે : રાજનાથસિંહ

Haresh Suthar | Pradesh18
Updated: September 30, 2016, 5:38 PM IST
ભૂલથી સરહદ પાર પહોંચી જનાર જવાનને પરત લવાશે : રાજનાથસિંહ
ગૃહમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે, ભૂલથી સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી જનાર ભારતીય જવાનને છોડાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારે તમામ પાસાઓથી વિચાર કરી રહી છે

ગૃહમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે, ભૂલથી સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી જનાર ભારતીય જવાનને છોડાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારે તમામ પાસાઓથી વિચાર કરી રહી છે

  • Pradesh18
  • Last Updated: September 30, 2016, 5:38 PM IST
  • Share this:
નવી દિલ્હી #ગૃહમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે, ભૂલથી સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી જનાર ભારતીય જવાનને છોડાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારે તમામ પાસાઓથી વિચાર કરી રહી છે

રાજનાથસિંહે કહ્યું કે, જવાનને છોડાવવા માટે બધા પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, નવી દિલ્હી જવાનને છોડાવવા માટે જલ્દીથી આ મુદ્દો ઇસ્લામાબાદ સમક્ષ ઉઠાવશે.

ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યું કે, 37 આરઆરનો હથિયારથી સજ્જ એક જવાન ભૂલથી સીમા પાર પાકિસ્તાન પહોંચી ગયો છે. સૈન્ય અભિયાનના મહાનિર્દેશકે હોટલાઇન મારફતે પાકિસ્તાનને આ જાણકારી આપી છે. સુત્રોએ જણાવ્યું કે, જવાન દ્વારા સીમા પાર કરીને કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સાથે કોઇ લેવા દેવા નથી.

તેમણે કહ્યું કે, સેનાના જવાન કે આમ આદમી દ્વારા ભુલથી સરહદ પાર કરવી બંને બાજુએથી અસામાન્ય વાત નથી. વર્તમાન પ્રક્રિયા અંતગર્ત એમને પરત સોંપી દેવામાં આવે છે. ભારતીય સેનાએ પાકિસ્તાની મીડિયામાં આવી રહેલા એ અહેવાલને ખોટો અને પાયાહિન ગણાવી ફગાવ્યો છે. જેમાં કહેવાયું હતું કે, જવાબી કાર્યવામાં પાકિસ્તાની સેનાએ ભારતના આઠ જવાનોને માર્યા છે અને એકને પકડી લીધો છે.
First published: September 30, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading