Home /News /madhya-gujarat /

રાજનાથનો US પ્રવાસ રદ, ઘાટીની સ્થિતિ અંગે મોદીએ બોલાવી તાકીદની બેઠક

રાજનાથનો US પ્રવાસ રદ, ઘાટીની સ્થિતિ અંગે મોદીએ બોલાવી તાકીદની બેઠક

#જમ્મુ કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિને જોતાં ગૃહમંત્રી રાજનાથસિંહે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. હિજબુલ મુઝાહિદ્દીનનો આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ઘાટીમાં સ્થિતિ વણસી છે અને એને લઇને કેન્દ્રમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પીએમ મોદી પણ સ્વદેશ આવી ચૂક્યા છે અને આને લઇને આજે એક ઉચ્ચ સ્તરની ખાસ તાકીદની બેઠક બોલાવાઇ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિને જોતાં ગૃહમંત્રી રાજનાથસિંહે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. હિજબુલ મુઝાહિદ્દીનનો આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ઘાટીમાં સ્થિતિ વણસી છે અને એને લઇને કેન્દ્રમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પીએમ મોદી પણ સ્વદેશ આવી ચૂક્યા છે અને આને લઇને આજે એક ઉચ્ચ સ્તરની ખાસ તાકીદની બેઠક બોલાવાઇ છે.

આ બેઠકમાં પીએમ ઉપરાંત રાજનાથસિંહ, રક્ષામંત્રી મનોહર પારિકર, સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ગૃહ સચિવ અને રક્ષા સચિવ પણ હાજર રહેશે. બેઠકમાં આતંકી બુરહાન વાનીના મોત અને એ બાદ ઘાટીમાં સર્જાયેલી સ્થિતિ અંગે ચર્ચા કરાશે.

અમેરિકા પ્રવાસ રદ કર્યા બાદ રાજનાથ હવે સપ્ટેમ્બરમાં અમેરિકા પ્રવાસે જઇ શકે છે અને ભારત અમેરિકા સુરક્ષા સંબંધો મુદ્દે વાતચીત કરી શકે છે. રાજનાથ 17 જુલાઇથી 24 જુલાઇ દરમિયાન અમેરિકાના પ્રવાસે જવાના હતા.

બુરહાનના મોતથી પાક ભડક્યું

હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર આતંકી બુરહાન વાનીના મોતને પગલે જાણે પાકિસ્તાન પણ ભડકી ઉઠ્યું છે. પાકના વડાપ્રધાન નવાજ શરીફે બુરહાનના મોત મામલે નારાજગી વ્યક્ત કરી હતી તો ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પીએમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતા. જોકે તેઓ એક દિવસ પહેલા જ સ્વદેશ પરત આવી ગયા હતા.
First published:

Tags: આતંકી સંગઠન, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, બુરહાન વાની, રાજનાથસિંહ, હિજબુલ મુજાહિદ્દીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन