Home /News /madhya-gujarat /

રિજિજૂએ કહ્યું-અમારી પાસે પુરતા પુરાવા: 3 મિનિટમાં 17 ગ્રેનેડ ફેંકાયા

રિજિજૂએ કહ્યું-અમારી પાસે પુરતા પુરાવા: 3 મિનિટમાં 17 ગ્રેનેડ ફેંકાયા

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા અંગે દિલ્હીમાં ચાલી રહેલી સમીક્ષા બેઠક પુરી થઇ છે. બેઠકમાં રક્ષા મંત્રી મનોહર પારિકર, મંત્રી જિતેન્દ્રસિંહ, એનએસએ ચીફ અજીત ડોભાલ, આઇબી ચીફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા અંગે દિલ્હીમાં ચાલી રહેલી સમીક્ષા બેઠક પુરી થઇ છે. બેઠકમાં રક્ષા મંત્રી મનોહર પારિકર, મંત્રી જિતેન્દ્રસિંહ, એનએસએ ચીફ અજીત ડોભાલ, આઇબી ચીફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા અંગે દિલ્હીમાં ચાલી રહેલી સમીક્ષા બેઠક પુરી થઇ છે. બેઠકમાં રક્ષા મંત્રી મનોહર પારિકર, મંત્રી જિતેન્દ્રસિંહ, એનએસએ ચીફ અજીત ડોભાલ, આઇબી ચીફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

EXCLUSIVE2

બેઠક બાદ બેઠકમાં થયેલી ચર્ચાઓ અને કાશ્મીરની સ્થિતિ અંગે વડાપ્રધાનને જાણકારી આપવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ પીએમ નિવાસ જવા રવાના થયા હતા. એમની સાથે રક્ષા મંત્રી પારિકર પણ છે. તેઓ પીએમ નિવાસ સ્થાને આવી પહોંચતાં અહીં ફરી એકવાર બેઠકનો દોર શરુ થયો. પીએમની આગેવાનીમાં બેઠક ચાલી રહી છે. જેમાં નાણામંત્રી અરૂણ જેટલી અને સેના અધ્યક્ષ દલબીર સિંહ સુહાગ પણ હાજર છે.

આ દરમિયાન ગૃ્હ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, ઉરી હુમલા અંગેના પુરતા પુરવા છે. પાકિસ્તાન આ મામલે શું કહે છે એ મહત્વનું નથી. પાકિસ્તાન સામે સમજી વિચારીને કાર્યવાહી કરાશે.

ગૃહમંત્રી રાજનાથસિંહે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદા ઠેરવતાં કહ્યું કે, પાકિસ્તાનને અલગ કરવું જોઇએ. ગૃહ સચિવ રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને રાજ્યપાલ એન એન વોહરા સાથે પણ મુલાકાત કરશે. રાજ્ય સરકારના અધિકારીઓ, સેના, પોલીસ અને અર્ધ સૈનિક બળોના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તબક્કાવાર બેઠક કરશે.

રાતે જ્યારે જવાન પોતાની બેરેકમાં સુઇ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ સેનાના 12 બ્રિગેડના આ કેમ્પ પર હુમલો કર્યો હતો. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર આતંકીઓ તાર કાપીને અંદર દાખલ થયા હતા. કેમ્પની ફરતે નાળું છે જે પાર કરતાં આતંકી અહીં પહોંચ્યા અને પછી દિવાલ પર લાગેલા કાંટાળા તાર કાપીને અંદર દાખલ થયા હતા.

સવારે અંદાજે પાંચ વાગે જ્યારે કેમ્પના એડમિનિસ્ટ્રેટિવ બ્લોકમાં ઘુસતાં જ આતંકવાદીઓએ પહેલા ત્રણ મિનિટમાં 17 ગ્રેનેડ ફેંક્યા અને પછી અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. આતંકવાદીઓએ જે વખતે હુમલો કર્યો તે સમય ડ્યૂટી બદલવાનો સમય હતો. કેટલાક જવાનો સવારની ડ્યૂટી પર ચઢવાની તૈયારી કરી રહ્યા તો કેટલાક જવાનો બેરેકમાં સુઇ રહ્યા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, કિરણ રિજિજૂ, જમ્મુ કાશ્મીર, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, રાજનાથસિંહ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन