Coronavirus: BJPનાં નેતાઓ કોરોનાની ઝપટમાં, રાજકોટના મેયર, વડોદરાના બાહુબલી MLA Covid-19 પોઝિટિવ

News18 Gujarati
Updated: September 2, 2020, 2:09 PM IST
Coronavirus: BJPનાં નેતાઓ કોરોનાની ઝપટમાં, રાજકોટના મેયર, વડોદરાના બાહુબલી MLA Covid-19 પોઝિટિવ
રાજકોટના મેયર બીના બેન આચાર્ય અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ફાઇલ તસવીર

BJPનાં નેતાઓ કોરોનાની ઝપટમાં, રાજકોટના મેયર, વડોદરાના બાહુબલી MLA Covid-19 પોઝિટિવ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને (BJP) કોરોના વાયરસનું (Coronavirus) ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલીમાં જઈ આવેલા નેતાઓ એક પછી એક વાયરસની ઝપટમાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ રેલીમાં ન ગયા હોય તેવા નેતાઓને પણ વાયરસની ઝપટ લાગી છે. દરમિયાન રાજકોટના મેયર બીના આચાર્ય (Beena Acharya) કોરોનાની ઝપટમાં આવ્યા છે. બીજા બાજુ વાઘોડીયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્વતને (Madhu Shrivastav MLA Waghodia) પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ તમામ સ્થિતિને જોતા હવે રાજ્યમાં કોરોના રાજકીય પાર્ટીઓ માટે જોખમ સાથે બોધપાઠ બની રહ્યો છે.

દરમિયાન રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે બાદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્રના ક્લોઝ કોન્ટેક્ટ માં આવેલા વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી હતી જે યાદીમાં તેમના નિકટના પરિવારજનો તેમજ અભયભાઈ ભારદ્વાજની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તમામનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરવામાં આવતા અભયભાઈ ભારદ્વાજની ઓફિસના 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું છે. જે 8 કર્મચારીઓમાં અભયભાઈ ભારદ્વાજના ડ્રાઇવર તેમજ તેમનો પર્સનલ આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભાજપનાં આટલા બધા નેતાઓ થયા કોરોના સંક્રમિત, જાઇ લો યાદી

બીજી તરફ તંત્ર દ્વારા અભયભાઈ ભારદ્વાજના નજીકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટમાં તેમના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ તેમજ તેમના જમાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે અભયભાઈ ભારદ્વાજના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ હાલ દાખલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 20મી તેમજ 21મી ઓગસ્ટના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમની મુલાકાત દરમિયાન 20મી ઓગસ્ટના રોજ ગોંડલ ચોકડી ખાતે મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગરબા લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા બાઈક તેમજ કાર રેલીમાં પણ જોડાયા હતા.આ પણ વાંચો :  Ambaji Temple Darshan : 'બોલ માડી અંબે..', ઘરબેઠાં કરો માડીના Live દર્શન, ભાદરવી પૂનમ માટે ખાસ અવસર

વડોદરામાં અગાઉ એમ.એમ. યુનિર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર, કૉંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ, કોંગ્રેસના દિગ્ગદ નેતા અને લોકસભાના પૂર્વ ઉમેદવાર નરેન્દ્ર રાવત, મહિલા મોરચાના નેતા અને રાવતના ધર્મપત્ની અમી રાવત પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. ત્યારે રાજકીય નેતાઓએ સંયમ પૂર્વક જાહેર જીવનમાં જવું હિતાવહ છે.
Published by: Jay Mishra
First published: September 2, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading