વિચિત્ર કિસ્સો: PSIની ઓળખ આપી FB એકાઉન્ટ હેક કર્યુ, તીનપત્તિની સાડા છસ્સો કરોડની ચિપ્સ કરી ટ્રાન્સફર

વિચિત્ર કિસ્સો: PSIની ઓળખ આપી FB એકાઉન્ટ હેક કર્યુ, તીનપત્તિની સાડા છસ્સો કરોડની ચિપ્સ કરી ટ્રાન્સફર
એક એવી વિચિત્ર પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે જાણીને નવાઈ લાગશે.

એક એવી વિચિત્ર પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે જાણીને નવાઈ લાગશે.

  • Share this:
અમદાવાદ: અત્યારસુધી એવા કિસ્સા સામે આવતા હતા કે, અજાણી વ્યક્તિ પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી હતી. પણ હવે એક એવી વિચિત્ર પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે જાણીને નવાઈ લાગશે. એક યુવકના મિત્રને અજાણી વ્યક્તિએ ફોન કરી આ યુવકનો સંપર્ક કર્યો અને પોતે પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના (Rajkot Crime Branch) પીએસઆઇ (PSI) અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુકમાં કોઈ છોકરીને ગંદા મેસેજો કર્યા હોવાની ફરિયાદ આવી હોવાનું કહી દમ માર્યો હતો. બાદમાં ફેસબુક એકાઉન્ટની (Facebook Account) માહિતીઓ મેળવી આ ગઠિયાએ પાસવર્ડ બદલી નાખી તીનપત્તિની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે (Cyber crime) તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં સમીરભાઇ પટેલ ખેડા ખાતે આવેલી એક ઇ-કોમર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ફેસબૂકમાં તેઓ આઈડી ધરાવે છે અને તેનો ઉપયોગ સંબંધીઓના સંપર્કમાં રહેવા તથા મોબાઇલ ફોનમાં રમાતી ગેમોમાં લોગ-ઇન થવા કરે છે. આ આઈડીથી તેઓએ મોબાઇલમાં તીનપત્તી રમવા માટે લોગઇન થયા હતાં. ગત 4 ઓક્ટોબરના રોજ સાંજે તેઓ સી.જી રોડ ખાતે હાજર હતા ત્યારે તેમના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ સાહેબનો ફોન આવ્યો છે અને તારી જોડે વાત કરવી છે. બાદમાં સમીરભાઇ, પ્રતીકભાઇ અને પોલીસની ઓળખ આપનાર પી.એસ.આઈ દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉપર જોડાયા હતાં. બાદમાં સમીરભાઇની નામ, નોકરીની જગ્યા સહિતની પૂછપરછ કરી તેને જણાવ્યું કે તેણે ફેસબૂક આઇડીથી કોઇ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હતાં. તેની ફરિયાદ આવી છે.માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પતંગ ચગાવવા રહો તૈયાર, ઉત્તરાયણની ગાઇડ લાઇન પર કરી લો નજર

બાદમાં આ વ્યક્તિએ મેઇલ આઈડી અને ફેસબૂક આઇડી માંગી સમીરભાઇને પૂછ્યું હતું કે, તેમણે કોઇ જૂનો ફોન વેચ્યો છે કે કેમ? બાદમાં સમીરભાઈએ પોતાના ફોનનું મોડલ નંબર, યાહુ આઈડી અને ફેસબૂક આઈડી આ વ્યક્તિને જણાવ્યાં હતાં અને થોડા સમય પછી એક પાસવર્ડ આવશે તેમ કહેતા સમીરભાઇએ આ પાસવર્ડ તે વ્યક્તિને આપ્યો હતો.

બાદમાં પોલીસ તરીકેની ઓળખ આપનાર તે વ્યક્તિએ સમીરભાઇને નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે તેવી ધમકી આપી હતી અને અચાનક જ આ વ્યક્તિનો ફોન કપાઈ ગયો હતો. બાદમાં સમીરભાઇએ બીજા ફોનમાં ફેસબૂક આઇડી ચેક કરતાં અચાનક તેમનું આઈડી લોગ આઉટ થઇ ગયું હતું અને તેઓ તીન પત્તી ગેમમાં પણ લોગ ઇન થઇ શક્યા ન હતાં. જેથી ફોન કરનાર વ્યક્તિએ ફેસબૂક તેમજ તીન પત્તી ગેમના અકાઉન્ટ સાથે ચેડા કર્યા હોવાની સમીરભાઇને શંકા ગઇ હતી. જેથી પીએસઆઈની ઓળખ આપનાર વ્યક્તિને ફોન કર્યો અને જણાવ્યું કે, તેમના તીનપત્તિ એકાઉન્ટમાંથી કોઈ પૈસા ટ્રાન્સફર કરી રહ્યું છે.

કર્ક રાશિના જાતકોનો ઉત્તરાયણનો દિવસ રહેશે મોજ મસ્તીમાં, જાણો કેવો રહેશે આપનો દિવસ

જેથી તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા જાય છે. પણ સામે વાળા વ્યક્તિએ કોઈ જવાબ આપ્યો નહોતો. અને PARV DEGDA અને EKTA SONI નામના આઈડીમાં વર્ચ્યુઅલ ચિપ્સ ટ્રાન્સફર થઈ રહી હતી. જેનો સ્ક્રીન શોટ સમીરભાઈએ લઈ લીધો હતો. બાદમાં જોયું તો તેમના ફેસબુક એકાઉન્ટ ચાલુ થયા ન હતા અને લોગ ઇન કરવા જતા તેમાં સેકન્ડરી મેલમાં સામે વાળી વ્યક્તિએ પોતાનું આઈડી નાખી દીધું હતું. અને ફોન ઉપાડવાનું આ વ્યક્તિએ બંધ કરી દીધું હતું. આમ તીનપત્તિના એકાઉન્ટમાંથી કોઈ શખશે સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી દીધી હતી.

બાદમાં સમીરભાઈએ આ અંગે સ્ક્રીન શોટ સાથે સાયબર ક્રાઇમમાં અરજી કરતા સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 14, 2021, 08:03 am

ટૉપ ન્યૂઝ