અમદાવાદ: ગુજરાતમા આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઇ રહી છે. રાજકિય પાર્ટીઓ દરેક બેઠક જીતની દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપને નિશાન તાકતા કહ્યું છે કે, ભાજપ પાસે સમક્ષ નેતા નથી જેના કારણે તેઓને કોંગ્રેસના નેતાની જરૂરિયાત ઉભી થયા છે. ગુજરાત સરકારના ૧૨ મંત્રીઓ એવા છે કે જે કોંગ્રેસમાંથી ગયા હોય અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવએ નિવેદન આપતા કહ્યું હતુ કે, 5 વર્ષ માટે ચૂંટાયેલા ધારાસભ્યએ અઢી વર્ષમાં રાજીનામુ આપવાની ફરજ ભાજપે પાડી છે. કોંગ્રેસ-ભાજપે એક મહિનાનો સમયગાળો ધારાસભ્યો સાચવવામાં બગડ્યો હતો. ભાજપે સભ્યો તોડતા મતદાતાઓએ કોરોના માં લોકોને લાઈનમાં ઉભુ રહેવુ પડશે. કોંગ્રેસ ચૂંટણી આયોગે આપેલ સૂચના મુજબ લોકો સુધી પહોંચીશું. ટેક્નોલોજીથી મતદાતાઓ સુધી પહોંચવાનો ભરપૂર પ્રયાસ કરીશું. પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ જીતશે.
કચ્છ જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવા મામલે પ્રભારી રાજીવ સાતવનું નિવેદન આપતા કહ્યું હતુ કે, ભાજપને કોંગ્રેસના નેતાઓ સિવાય છૂટકો નથી. સી આર પાટીલના નિવેદનથી વિપરીત કોંગ્રેસના નેતાઓ તોડવાનો સિલસિલો જારી રાખ્યો છે. અહમદ પટેલની ચૂંટણીમાં 17 ધારાસભ્યો તૂટ્યા પણ ફરક ના પડ્યો. ભાજપના મંત્રીમંડળમાં પણ 12 મંત્રીઓ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ છે. તે સમજવાની જરૂર હવે ભાજપના નેતાઓને છે.
એક દિવસના અમદાવાદ પ્રવાસે આવેલા રાજીવ સાતવે જન આક્રોશ રેલી સંબોધન કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું હતુ કે, ખેડૂતો અને મજૂરો સામેના કાળા કાયદાઓ મામલે અમે સરકારને વિનંતી કરી કે સંશોધન લાવો. પંરતુ ખેડૂતોને મજુર બનાવવાનો કારસો ભાજપ સરકારે કૃષિ બિલ લાવી ઘડ્યો છે. આખા દેશના ખેડૂતો આ કાયદાઓ વિરોધ કરે છે. ગુજરાતના ખેડૂતો પણ આ બાબતનો વિરોધ કરશે. 6 વર્ષનું કેન્દ્ર સરકારનું અને 25 વર્ષનું ભાજપ સરકારનું આ કારનામાઓ છે.
કોરોના વખતે રાહુલ ગાંધીએ આગાહ કર્યા પણ તે સમયે નમસ્તે ટ્રમ્પમાં મોદી સરકાર વ્યસ્ત હતી. કોરોના કાળમા મધ્યપ્રદેશની સરકાર પાડવામાં ભાજપ નેતાઓ વ્યસ્ત રહ્યા હતા. જનતા 5 વર્ષ માટે ધારાસભ્યોને ચૂંટીને લાવી પણ ભાજપે એમને ખરીદવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એટલે કે અત્યાચારને વોટ અને બીજેપીને વોટ એટલે ભ્રષ્ટચારને વોટ એટલે સબક શીખવાડવાનો સમય આવ્યો છે. હવે સમય આવી ગયો છે કે સબક શીખવાડો અને પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાબ આપશે. ગુજરાત જ આ દેશને રસ્તો બતાવશે. કોંગ્રેસના સૈનિકના નાતે અમે કામ કરીશું અને લડાઈ લડીશું.
" isDesktop="true" id="1033780" >
વિધાનસભાની ૮ બેઠક પર પેટા ચૂંટણી મામલો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું પક્ષ પલ્ટુ પર વાર કરતા કહ્યું હતુ કે, પેટા ચૂંટણીઓ ભાજપના ભ્રષ્ટાચારના પૈસાથી ખરીદાયેલા ધારાસભ્ય પાપે આવી છે. પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થયો છે. ચૂંટણીઓમાં પાર્ટી છોડનાર ગદારોને પ્રજા જાકારો આપશે. એક એક મતદારોના પક્ષ પલ્ટુઓએ વિશ્વાસઘાત કર્યો છે. પ્રજાજનોને આહ્વાન કરુ છુ કે પક્ષ પલ્ટુઓને પૂછજો કેમ પક્ષ છોડ્યો. પક્ષ પલ્ટુઓ પ્રજાને વિશ્વાસ ઘાત કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર