બે મહિનામાં ગુજરાતના CM બદલાશે : સાતવ ; બે મહિનામાં રાહુલની કારકિર્દી પૂરી થશે : રૂપાણી

News18 Gujarati
Updated: April 16, 2019, 3:53 PM IST
બે મહિનામાં ગુજરાતના CM બદલાશે : સાતવ ; બે મહિનામાં રાહુલની કારકિર્દી પૂરી થશે : રૂપાણી
રાજીવ સાતવ, વિજય રૂપાણી

વિજયભાઈ રૂપાણીએ રાજીવ સાતવના 'બે મહિના' સુધી જ સીએમ હોવાની નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે રાજીવ સાતવ ભાજપમાં આવવાના છે."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરતા જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે મહેસાણા વિસનગર દૂધ ઉત્પાદક સભામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિવેદન આપ્યું હતું. સામા પક્ષે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજીવ સાતવ પર કટાક્ષ કરતા તેમના નિવેદનનો જવાબ આપ્યો હતો.

રાજીવ સાતવે નિવેદન આવતા જણાવ્યું હતું કે, "આખા ગુજરાતમાં ખેડૂત દુ:ખી છે. યુવાઓ પરેશાન છે. ખેડૂતોના દેવા માફી માટે જે કામ થવું જોઈએ તે ભાજપા સરકાર કર્યું નથી. કોંગ્રેસને જે રીતે દૂધસાગર ડેરીનું સમર્થન મળ્યું છે તેવું સમર્થન દરેક જિલ્લામાંથી મળી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણી ફક્ત ટ્રેલર હતું. 2019માં અમે આખું પિક્ચર બતાવીશું."

આ પણ વાંચો : રાહુલ ગાંધી 18 અને 19 એપ્રિલે ગુજરાત પ્રવાસે, ત્રણ સભા સંબોધશે

મુસ્લિમ સમાજ કોંગ્રેસ તરફથી છે તેવા વિજય રૂપાણીના નિવેદન પર રાજીવ સાતવે કહ્યું હતું કે, "વિજયભાઈ રૂપાણી ફક્ત બે મહિના માટે જ ગુજરાતના મુખ્યમંત્રી છે, બે મહિના બાદ તેઓ મુખ્યમંત્રી નહીં રહે."|

આ પણ વાંચો : અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જ છે: બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરનું નિવેદન

ગીર-સોમનાથના સૂત્રાપાડા ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીવ સાતવના 'બે મહિના' સુધી જ સીએમ હોવાની નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે રાજીવ સાતવ ભાજપમાં આવવાના છે. રાજીવ સાતવ ભાજપ અંગે નિર્ણય લેવાવાળા કોણ છે. બે મહિના પછી રાહુલ ગાંધીની કારકિર્દી ખતમ થઈ જશે."
First published: April 16, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading