રાજસ્થાની યુવતીને બાળલગ્ન માન્ય નથી, અમદાવાદી યુવકને રહેવું છે સાથે

News18 Gujarati
Updated: August 31, 2019, 8:32 AM IST
રાજસ્થાની યુવતીને બાળલગ્ન માન્ય નથી, અમદાવાદી યુવકને રહેવું છે સાથે
પ્રકિતાત્મક તસવીર

વર્ષ 2006માં 8 વર્ષની બાળકી અને 10 વર્ષનાં બાળકનાં લગ્ન થયા હતાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદની ફેમિલી કોર્ટમાં બાળ લગ્નનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2006માં 8 વર્ષની બાળકી અને 10 વર્ષનાં બાળકનાં લગ્ન થયા હતાં. હવે આ લોકોની ઉંમર લગ્ન લાયક થઇ ગઇ છે. ત્યારે રાજસ્થાનની યુવતીને બાળ લગ્ન મંજૂર નથી. આ લગ્ન બાદ હવે તેને પતિ સાથે રહેવા જવું નથી. તો પતિને આ લગ્ન ટકાવી રાખવા છે. પતિએ સમાજના રિતરિવાજનો ઉલ્લેખ કરીને હિન્દુ મેરેજ એક્ટ કલમ-9 અંતર્ગત લગ્નના હક્કો પુનઃસ્થાપિત કરવા માટે દાદ માગી છે.

આ પણ વાંચો  : રાજ્યમાં બાળલગ્નોમાં 21 ટકાનો વધારો, 2018માં મળી 174 ફરિયાદ

આ મામલે મળતી માહિતી પ્રમાણે બાળ લગ્ન કરનાર યુવક હાલ 23 વર્ષનો થયો છે. તો યુવતી 21 વર્ષની થઇ છે. આ કેસમાં રાજસ્થાનની યુવતીને કોર્ટે નોટિસ ઈશ્યૂ કરી જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી. પરંતુ હજુ કોઇ જવાબ આવ્યો નથી.

આ પણ વાંચો  : બાળ લગ્નો રોકવા માટે આ નંબર પર જાણ કરો; બાળકોની જિંદગી બચાવો

આ અંગે યુવાનના વકીલોનું કહેવું છે કે, યુવતી આ સમગ્ર મામલાને હવે સમાજ સમક્ષ લઈ ગઈ છે. યુવતી કહે છે કે, મારે ઘરસંસાર માંડવું નથી, બાળ લગ્ન મંજૂર નથી. સમાજ આમાં કોઇ રસ્તો કરે. તો બીજી બાજુ યુવાને લગ્નજીવનના હક્કો માટે દાદ માગી છે. યુવાનની દાદ છે કે, હું તો કાયદેસરનો પતિ છું. પરિણીતા આવીને મારા ઘરે રહે એ મતલબનો કોર્ટ દ્વારા હુકમ થવો જોઈએ. સમાજના રિવાજ મુજબ બાળલગ્ન કર્યા છે. સમાજનો એવો પણ રિવાજ છે કે, દંપતી જ્યારે પુખ્ત વયના થાય ત્યારે જ પરિણીતાને સાસરે મોકલાય છે. તો મારે ન્યાય જોઇએ.
First published: August 31, 2019
વધુ વાંચો
अगली ख़बर