Home /News /madhya-gujarat /અજમેર એક્સપ્રેસ ટ્રેનનો નવો લૂક, અપાયો ગુજરાતી -રાજસ્થાની ટચ

અજમેર એક્સપ્રેસ ટ્રેનનો નવો લૂક, અપાયો ગુજરાતી -રાજસ્થાની ટચ

ચિત્રો દોરેલો ટ્રેનનો કોચ

અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ દિનુભાઈ પટેલ તથા પ્રતિક રાઠોડે પશ્વિમ રેલવે વિભાગના સહયોગથી ટ્રેનનાં કોચને સજાવ્યો છે.

  દીપિકા ખુમાણ, અમદાવાદઃ રેલવે વિભાગ દ્વારા જ્યારે પણ કોઈ સરાહનીય પગલું લેવામાં આવે ત્યારે મૂસાફરો તેને ચોક્કસથી બિરદાવે છે. રેલવે વિભાગ દ્રારા 19411 નંબરની અજમેર એક્સપ્રેસને નવો લૂક આપવાનો નિર્ણય કર્યો છે.
  અમદાવાદથી રાજસ્થાનના રૂટ ઉપર દોડતી અજમેર એક્સપ્રેસ ટ્રેનને રાજસ્થાની સંસ્કૃતિ અને ગુજરાતના જાણિતા ચિન્હોથી શણગારવામાં આવશે.

  મળતી માહિતી પ્રમાણે અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ દિનુભાઈ પટેલ તથા પ્રતિક રાઠોડે પશ્વિમ રેલવે વિભાગના સહયોગથી ટ્રેનનાં કોચને સજાવ્યો છે. ટ્રેન જ્યારે અમદાવાદથી રાજસ્થાનનાં રૂટ પર પસાર થશે ત્યારે લોકોનું ધ્યાન
  ખેંચશે. આ ટ્રેન એટલાં માટે ખાસ બની રહેશે કારણ કે અમદાવાદના કુલ 11 જેટલાં કલાકારો ટ્રેન પર સીદી સૈયદની જાળી, કઠપૂતળીનો ખેલ દર્શાવતી રાજસ્થાની સંસ્કૃ્ત્તિ, ગિરનો સિંહ, ચબૂતરો, ગુજરાતી ગરબા રમતા યુવક યુવતીઓ  કંડાર્યા છે. આ ઉપરાંત ઘુંઘટમાં જોવા મળતી રાજસ્થાની મહિલાનું ચિત્રો બનાવ્યા છે.

  આર્ટિસ્ટ પ્રતિક રાઠોડના જણાવ્યા પ્રમાણે મધુબની ચિત્રો આદિવાસી આર્ટિસ્ટ દરબંગા એક્સપ્રેસ કર્યા હતા. જેને જોઈને અમને પણ વિચાર આવ્યો. રાજસ્થાની અને ગુજરાતી સંસ્કૃત્તિના દ્દશ્યો ચિતર્યા છે. અમદાવાદથી અજમેર સુધીનું
  અંતર છે. આ ટ્રેનને ચારથી પાંચ લાખ લોકો જોશે. આ ચિત્રો 11 દિવસમાં દિવસ રાત મહેનત કરીને તૈયાર કર્યા છે.

  સ્વચ્છતા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે ત્યારે પશ્વિમ રેલવે વિભાગ દ્રારા એવો પ્રયોગ કરવામાં આવ્યો જેથી મુસાફરો ટ્રેન ઉપર પાનની પિચકારી મારતાં અટકે..જે વાતની આર્ટિસ્ટે પણ ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખ્યું છે. કલાકારોએ
  એવાં રંગોને પસંદ કર્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: ગુજરાત, ભારતીય રેલવે

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन