અમદાવાદમાં લૉકડાઉનમાં હત્યા : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશને બેગમાં ભરી દીધી

News18 Gujarati
Updated: March 31, 2020, 11:57 AM IST
અમદાવાદમાં લૉકડાઉનમાં હત્યા : પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશને બેગમાં ભરી દીધી
મૃતક પત્ની અને હત્યા કરનાપ પતિની ફાઇલ તસવીર

યુવકે પોતાની સાથે રહેતી ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને તેની લાશને બેગમાં ભરી દીધી. જે બાદ તે પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉનની સ્થિતિ વચ્ચે ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે પોતાની સાથે રહેતી ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને તેની લાશને બેગમાં ભરી દીધી. જે બાદ તે પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો. પરંતુ ત્યાં તેને પસ્તાવો થતા ઉદેપુરના પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો. જે બાદ નરોડા પોલીસે ઉદેપુર જઇને પ્રેમીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.

આ અંગે વિસ્તૃતમાં વાત કરીએ તો રાજસ્થાનનો મૂળ વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતો 19 વર્ષનો અનુરાગસિંગ ભદોરિયાને સોશિયલ મીડિય થકી રાજસ્થાનમાં જ રહેતી કિરણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.જોકે, બન્નેનાં પરિવારના આ સંબંધથી ખુશ ન હતા. જેથીઆ પ્રેમી, પ્રેમીકા લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને અમદાવાદનાં નવા નરોડામાં રહેવા આવી ગયા હતા.

આ પણ વાંચો - એક હજાર શ્રમિકોને રાજસ્થાન પોલીસ ગુજરાત બોર્ડર પર છોડી ગઇ, અરવલ્લીમાં અપાશે આશરો

કિરણનો સ્વભાવ શંકાસીલ હોવાને કારણે બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન અનુરાગસિંગે તેની માતાને મલળા જવાની વાત કરી ત્યારે કિરણે ના પાડી દીધી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી. જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ તેની લાશને એક બેગમાં ભરીને ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાનનાં ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જોકે ત્યાં ગયા બાદ તેને પોતાના કર્યા પર પસ્તાવો થતા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી, પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જેથી નરોડા પોલીસની એક ટીમ ઉદેપુરથી આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો - રામોલ પોલીસ પહોંચી અને લોકોના જીવમાં જીવ આવ્યો, શ્રમજીવી પ

પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં. જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.
First published: March 31, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading