Rajastahn Crisis : અશોક ગેહલોતના ડરથી BJPના 6 MLAને વિશેષ વિમાનથી પોરબંદર મોકલાયા

Rajastahn Crisis : અશોક ગેહલોતના ડરથી BJPના 6 MLAને વિશેષ વિમાનથી પોરબંદર મોકલાયા
વસુંધરા રાજે અને અશોક ગહલોત (ફાઇલ તસવીર)

રાજસ્થાનમાં સરકારનો વિશ્વાસ મત રજૂ કરવા માટે મુખ્યમંત્રી અશોક ગહેલોત ભાજપના ધારાસભ્યોને તોડે તેવી બીકે ફરી 'રિસોર્ટ' વાળી

  • Share this:
રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કૉંગ્રેસ બાદ હવે ભાજપમાં રાજકીય સંકટને જોતા ખાનાખરાબીનો ડર સામે આવ્યો છે અને ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલી આપ્યા હોવાના સમાચાર છે. ભાજપ રાજસ્થાનના બોર્ડર નજીક આવેલા પાંચ જિલ્લાના 12 ધારાસભ્યોને અમદાવાદ અને 6 ધારાસભ્યો ને પોરબંદર મોકલી રહ્યું છે. આ પહેલા સચિન પાયલોટ ગ્રુપના 3 ધારાસભ્યો સોમનાથ દર્શન કરવા પોહચ્યા હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે.

જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી 6 ધારાસભ્યો ને આજ મોડી સાંજ સુધીમાં પોરબંદર પોહચડવામાં આવેશે.જયારે 4 ધારાસભ્યો બાય રોડ ગાંધીનગર આવવા નીકળી ગયા છે.એટલે ગુજરાતમાં રાજસ્થાનનાં 20 થી વધુ ધારાસભ્યો સાચવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના જુદા જુદા નેતાઓ ને પાર્ટી હાઇકમાન્ડ દ્વારા આ ધારાસભ્યોને સાચવાની જવાબદારી શોપવામાં આવી છે.



આ પણ વાંચો :    સુરત : બપોર સુધીમાં Coronaના વધુ 105 કેસ, દક્ષિણ ગુજરાતના બે સહકારી આગેવાનોનાં મોત

સૂત્રોના જણાવ્યા મુજબ ગહેલોત જૂથ કેટલાક ધારાસભ્યોને સંપર્ક કરતા જ ભાજપ હરકતમાં આવ્યું છે. ભાજપને ડર છે કે 11મી ઑગસ્ટે જો હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકાર બચાવવા માટે ભાજપમાં તોડફોડ કરી શકે છે. ભાજપના ડરનું બીજુ કારણ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નારાજગી પણ છે.

વસુંધરાના કારણે ગહેલોત આ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 14મી ઑગસ્ટથી શરૂ થનારા વિધાનસભાના સત્રમાં સીએમ અશોક ગહેલોત વિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકે છે.

સોમનાથમાં 6 રૂમ બુક

ભારતીય જનતા પાર્ટીના 9 ધારાસભ્યો સોમનાથ સાગર દર્શનમાં રોકાણ કરશે. સૂત્રોનાં જણાવ્યા મુજબ આ ધારાસભ્યો સોમનાથ દર્શન કરવા માટે આવી રહ્યા છે. ધારાસભ્યો અહીંયા રોકાણ કરવાના છે. આમ ભાજપનાં ધારાસભ્યો સાથે પાયલટ કેમ્પના ધારાસભ્યોને અહીંયા રાખીને ભાજપ ગેહલોતને વિધાનસભામાં ચેકમેટ કરી શકશે કે નહીં તે તો સમય જ કહેશે.
Published by:Jay Mishra
First published:August 08, 2020, 15:53 pm

ટૉપ ન્યૂઝ