'નિસર્ગ'ની અસર : મોડીરાતે રાજ્યમાં ક્યાંક કરા પડ્યા તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ

News18 Gujarati
Updated: June 4, 2020, 8:53 AM IST
'નિસર્ગ'ની અસર : મોડીરાતે રાજ્યમાં ક્યાંક કરા પડ્યા તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

 • Share this:
અમદાવાદ : ચક્રવાતી વાવાઝોડું નિસર્ગના (Cyclone Nisarga) પગેલ બુધવારે ગુજરાતથી (Gujarat) દક્ષિણી તટ ઉપર અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટનાની સૂચના મળી નથી. ગુજરાતમાં નિસર્ગનો ખતર લગભગ ટળ્યો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, ગુજરાતમાં હવે બે દિવસ મધ્યમથી ઓછો વરસાદ પડશે. ત્યારે રાજ્યમાં મોડી રાતે પવન સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં કેટલીક જગ્યાએ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો જ્યારે કેટલીક જ્ગ્યાએ વરસાદ સાથે કરા પડવાનાં પણ સમાચાર મળી રહ્યાં છે. તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

 • અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.


 • ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં પણ મધરાતે ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

 • રાજકોટ, ભાવનગર, અમરેલીમાં અને આસપાસનાં અનેક ગામો અને વરસદા, સરધાર ગામમાં પણ વરસાદ વરસ્યો હતો.

 • ડાંગના સાપુતારામાં મોડી રાતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને વહેલી સવારે પણ અહીં વરસાદ વરસી રહ્યો છે.
 • કચ્છ ભુજનાં ગામોમા રેતીના તોફાન સાથે વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં પણ પવન સાથે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કચ્છમાં ભારે પવનના કારણે સાઇનબોર્ડમાં નીચે પડતા એક કારને નુકસાન થયું હતું.

 • ગોંડલમાં ભારે પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 • ગીરસોમનાથમાં પણ વરસાદ, પોરબંદરના ભોમીયાવદર ગામમાં કરા સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદ સાથે ભીતિનો માહોલ છવાયો હતો.

 • જામનગર, સાબરકાંઠા, ખેડબ્રહ્મ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરનાં અનેક ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો.

 • ચોટિલામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 • દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.


આ પણ વાંચો- રાજ્યમાં લૉકડાઉન ખૂલતા જ કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 485 પોઝિટિવ કેસ, 30નાં મોત

નોંધનીય છે કે, વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં 24 કલાક સુધી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ જુઓ - 
First published: June 4, 2020, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading