ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતી થઇ

News18 Gujarati
Updated: September 1, 2019, 8:13 PM IST
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતી થઇ
વરસાદની તસવીર

રવિવારે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સમગ્ર ગુજરાતમાં ફરીથી વરસાદની એન્ટ્રી થઇ છે. ત્યારે દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. રવિવારે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલીના વીરડીમાં ધોધમાર વરસાદ અંદાજીત બે કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાલનપુર, ડિસા, અંબાજી સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પાટણ, સિદ્ધપુર, ઊંઝામાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. સાબારકાંઠામાં હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, બાયડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રના ગઢડા તેમજ સાલનગપુરામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. અમરેલી જિલ્લામાં ભાદરવામાં મેઘમહેર થઇ હતી. બાબરા, લાઠી, દામનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ-ફરી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

અમરેલીના સાવરકુંડલા તાલુકના શેલાણા ઠવી, વીરડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં આશરે દોઢ ઇંચ વરસાદ વરસતા ગામના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.

બરકાંઠામાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ, કેટલાક સ્થળોએ નદીઓ બે કાંઠે વહેતી થઈ. કડીયાદરાથી વડિયાવીર જોડતો ડીપ પર પાણી ફરી વળ્યા છે. ડીપ પર પાણી ફરી વળતા લોકોને આવતા-જતા મુશ્કેલી પડી રહી છે.
First published: September 1, 2019, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading