Home /News /madhya-gujarat /રાજ્યમાં આગામી 48 કલાકની આગાહી વચ્ચે 251 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કડીમાં 11.4 ઈંચ

રાજ્યમાં આગામી 48 કલાકની આગાહી વચ્ચે 251 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કડીમાં 11.4 ઈંચ

ફાઈલ તસવીર

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

    અમદા વાદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક (Gujarat rains) વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી (heavy rainforecast) આપી છે. આ ઉપરાં. વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના (Gujarat) 251 તાલુકમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં (kadi) સૌથી વધારે 11.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત બહુચરાજીમાં 8.8 ઇંચ, સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ અને પાટણના સરસ્વતીમાં 8.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં 4થી 11 ઇંચ સુધી, 73 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 68 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 88 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

    રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની (Gujarat rain warning) આગાહી કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-ગોરધન ઝડફિયા હત્યા પ્લાન કેસઃ છોટા શકીલના બીજા 4 સાગરીતો ઝડપાયા, જાણો કોનો શું રોલ હતો?

    રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત 13 NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની 11 તથા NDRFની 02 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-સી.આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસને લઇ સોશિયલ મીડિયામાં ટીકાઓનો દૌર શરૂ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

    પટેલે ઉમેર્યુ ઉમેર્યુ કે, રાજ્યમાં થયેલ સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,03,237 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 60.83 ટકા જેટલો છે. હાલ 124.52 મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઇ એલર્ટ પર, ૧૪ જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.

    આ પણ વાંચોઃ-શરીર માટે લાભદાયી ગધેડીના દૂધની પહેલી ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત છે રૂ.7000

    સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 94.57 ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.61 ટકા રાજ્યમાં છેલ્લા બે માસમાં થયેલાં વરસાદને પરિણામે 13,108 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ 2077 લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે ચાર જિલ્લાના 43 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 6 રૂટ પરની 20 ટ્રીપો બંધ કરવામાં આવી છે.
    " isDesktop="true" id="1015783" >

    ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના 8 અને પંચાયત હસ્તકના 127 તથા અન્ય 3 મળી કુલ 138 રસ્તાઓ બંધ કરાયા છે. તે ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તા.25મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશો કરાયા છે. તેમજ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે 94.99 ટકા જેટલું વાવેતર થઇ ગયું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Heavy rain forecast, Heavy rainfall, NDRF, ઉત્તર ગુજરાત, કડી, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन