વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો

News18 Gujarati
Updated: September 7, 2019, 5:44 PM IST
વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો
ફાઇલ તસવીર

આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 8થી 10 તારીખ દરમિયાન જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, નવસારી, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ આ વખતે જાણે કે મેઘરાજા મનમૂકીને હેર વરસાવી રહ્યાં છે. આ સીઝનમાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે. તો હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ ભારે વરસાદ પડશે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,મહિસાગર, જામનગર,અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો 106 ટકા વરસાદ

રાજ્યમાં સરેરાશ સિઝનનો 106 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 115 ટકા, સૌરાષ્ટ્રમા 101 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા, ઉતર ગુજરાતમાં 85 ટકા અને કચ્છમા 132 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમા થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં થયો છે.

આ પણ  વાંચોઃ સાત કરોડ ખેડૂતના ખાતામાં પહોંચ્યા 4-4 હજાર રુપિયા, શું તમને નથી મળ્યાં પૈસા?

હવામાન વિભાગે ચોમાસાની શરુઆતમા અનુમાન કર્યુ હતુ કે દેશમા ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાતમાં 106 ટકા વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. હજી ચોમાસાની સિઝનના 23 દિવસ બાકી છે ત્યારે વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ ગુજરાતમાં ચોમાસું ખૂબ નબળું રહ્યું હતું.  આ વર્ષે સારા વરસાદને પગલે ઉનાળામાં પાણીનો પોકાર રહેશે નહીં.  કચ્છમાં ગત વર્ષે સુકો દુષ્કાળ પડ્યો હતો અને લોકોએ હિજરત કરવી પડી હતી. પીવાના પાણીની સમસ્યા સર્જાય હતી. લોકો કચ્છમાથી હિજરત કરીને અલગ અલગ જગ્યા પર રહેવા મજબૂર બન્યા હતા. સારા વરસાદને કારણે આ વર્ષે આવી કોઈ સમસ્યા નહીં રહે.
First published: September 7, 2019, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading