Home /News /madhya-gujarat /બે દિવસ ભારે વરસાદની આગાહીઃ રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ?

બે દિવસ ભારે વરસાદની આગાહીઃ રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ?

સેટેલાઇટ તસવીર

ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.

    ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.

    ઉત્તર-મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

    છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 84 તાલુકાઓમા નોધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ગોધરામાં સૌથી વધારે 5 ઈંચ અને મોરવા હડફ, બાલાશિનોર, કપડવંજ, હાલોલ, શેહરા અને સંતરામપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 16 તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 52 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

    સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો

    મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ ડેમમાં 98189 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં છ મીટરનો વધારો થયો છે. ડેમની હાલની સપાટી 115.82 મીટર છે.

    ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

    ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં ડેમની સપાટીમાં છ ફૂટ જેટલો વધારો નોંધાયો છે. ડેમની હાલની સપાટી 306.80 ફૂટ છે. ડેમમાં હાલ 50431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 600 ક્યુસેક પાણીની જાવક છે.

    પંચમહાલનો પાનમ ડેમ 80% જેટલો ભરાયો

    મંગળવારે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની હાલની સપાટી 125.65 મીટરે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી છે 127.41 મીટર હોવાથી ડેમને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.

    કરજણ ડેમની સપાટીમાં વધારો

    કરજણ નદી પર આવેલો કરજણ ડેમ ઉપરવાસમાંથી 7730 ક્યુસેક પાણીની આવક બાદ 75 ટકા ભરાયો છે. હાલ ડેમની સપાટી 110.55 મીટર સુધી પહોંચી છે. બુધવારે સાંજે ડેમના ત્રણ દરવાજા ખોલીની નદીમાં પાણી છોડવામાં આવશે.

    ક્યાં કેટલો વરસાદ?

    જામનગરઃ જામનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તો જિલ્લામાં પણ ઝાપટાં તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

    દાહોદઃ છેલ્લા 24 કલાક દરમિયાન દાહોદ જિલ્લાના ફતેપુરામાં 3 ઇંચ, ગરબાડા 2.8 ઇંચ, ઝાલોદમાં 2.7 ઇંચ, સંજેલીમાં 2.5 ઇંચ, લીમખેડામાં 2.2 ઇંચ, સિંગવડમાં 2 ઇંચ, દેવગઢ બારીયામાં 1.7 ઇંચ, દાહોદમાં 1.4 ઇંચ, અને
    ધાનપુરમાં 0.9 ઇંચ વરસાદ ખાબક્યો છે.

    છોટાઉદેપુરઃ જિલ્લામાં 24 કલાક દરમિયાન છોટાઉદેપુરમાં 2.36 ઇંચ, કવાંટમાં 2.68 ઇંચ, પાવીજેતપુર 2.24 ઇંચ, બોડેલીમાં 1.76 ઇંચ, નસવાડીમાં 1.32 ઇંચ, સંખેડામાં 0.06 ઇંચ વરસાદ નોંધાયો છે.

    પંચમહાલઃ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ગોધરામાં 5 ઇંચ, કાલોલમાં 2.5 ઇંચ, હાલોલમાં 4 ઇંચ, જાંબુઘોડામાં 3.5 ઇંચ, ઘોઘંબામાં 2 ઇંચ, શહેરામાં 4 ઇંચ, મોરવાહડફમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મોડી રાત બાદ અહીં વરસાદે વિરામ લીધો છે.

    સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ છવાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે રાતથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

    અરવલ્લીઃ જિલ્લામાં 24 કલાક દરમિયાન મેઘરજ, માલપુર અને ધનસુરામાં 2.5 ઇંચ, મોડાસા, ભિલોડા અને બાયડમાં 2 ઇંચ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

    ભરૂચઃ જિલ્લામાં બુધવારે સવારે છ વાગ્યા સુધી વાલિયામાં 11 મિમી, નેત્રંગમાં 10 મિમી, ભરૂચમાં 6 મિમી, આમોદમાં 4 મિમી, હાંસોટ અને ઝઘડિયામાં 4 મિમી, જંબુસર 3 મિમી અને અંકલેશ્વર 1 મિમી વરસાદ નોંધાયો છે.

    નર્મદાઃ બુધવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લાના ડેડીયાપાડામાં 1.4 ઇંચ, તીલકવાડમાં 1.6 ઇંચ, સાગબારા અને ગરુડેશ્વરમાં 1 ઇંચ જ્યારે નાંદોદમાં 15 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

    ડાંગઃ બુધવારે સવાર સુધી 24 કલાક દરમિયાન વઘઈમાં 4 ઇંચ, સાપુતારામાં 2 ઇંચ અને આહવામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Central gujarat, Gujarat rain, Heavy rain forecast, IMD, Rain forecast, Saurashtra, દક્ષિણ ગુજરાત, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन