અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એક કલાકમાં 2 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: September 4, 2019, 10:14 PM IST
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એક કલાકમાં 2 ઇંચ વરસાદ
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં મોડી સાંજે વિજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદમાં મોડી સાંજે વિજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પશ્ચિમ વિસ્તારનાં એસજી હાઇવે, પ્રહલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્કમાં સહિત વિવિધ વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વના બાપુનગર, ઘોડાસર, નારોલ, હીરાવાડી પણ ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી-ધારે વરસાદ પડ્યો હતો. એક કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધારે ઓઢવમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદના આગમના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સ્થિતિ પણ બની હતી.

વરસાદના કારણે વાસણા બેરેજના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. વાસણા બેરેજમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદી પાણી ન ભરાયા તે માટે એએમસીએ આ નિર્ણય કર્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિમાન સેવા પ્રભાવિત થઈ છે. મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ આવતી જતી 8 ફ્લાઇટ સમય કરતાં 1 કલાક મોડી છે. ફ્લાઇટના સમય ખોરવાતા પ્રવાસીઓ પરેશાન થયા છે.

આ પણ વાંચો - ગુજરાતમાં સરેરાશ 100% વરસાદ, પાંચ દિવસ 27 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ થશે. નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.ગુજરાત માટે આનંદના સમાચાર છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. અને હજી પણ ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે. અને ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય છે.
First published: September 4, 2019, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading