Home /News /madhya-gujarat /

રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી, જાણી લો કયા જિલ્લામાં વરસાદ થશે

રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી, જાણી લો કયા જિલ્લામાં વરસાદ થશે

પ્રતિકાત્મક તસવીર

આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાત (Gujarat) છેલ્લા કેટલાય દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સામાન્યથી મધ્યમ વરસાદ (rain forecast) પણ થયો છે.ત્યારે એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે.જેના કારણે આગામી 5 દિવસ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.તો થન્ડર સ્ટોમના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ કરવામાં આવી છે.

પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

6 જૂન : એટલે કે આજે થન્ડર સ્ટોમ એક્ટિવિના કારણે 30 થી 40 કિલોમીટર પવન ફૂંકાશે દમણ દાદરા નગર હવેલી,મહીસાગર, દાહોદ,પંચમહાલ, ખેડા,આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદમાં તેજ પવન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી.

આ પણ વાંચોઃ-હરિયાણાથી હાલોલ સુધી પહોંચેલો વિદેશી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરીની જોરદાર આઈડિયા જોઈ પોલીસ ખંજવાળવા લાગી માથું

આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

7 જૂન: સુરત,ભરૂચ,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

8જૂન: સુરત,ભરૂચ,વડોદરા, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દિવમાં 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી..

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! આંખોની સામે જ પતિના દર્દનાક મોતને યાદ કરીને તડપતી હતી, 35 દિવસ બાદ પત્નીએ કરી આત્મહત્યા

9 જૂન: ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ,પોરબંદર, દિવ 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live video, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ને તલવાર વડે કાપી કેક, કર્ફ્યૂમાં જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો

10 જૂન: ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દિવ30થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી.



ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસે તેની ખેડૂતો રાહ જોઈએ રહ્યા છે.ખેડૂતોએ પણ વાવણીની તૈયારી કરી રહ્યા છે.જોકે અત્યારે વરસાદ થઈ રહ્યો છે તે પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને થન્ડર સ્ટોમના કારણે થઈ રહ્યો છે.ચોમાસા બેસવાની હજુ વાર છે.જોકે 15 જૂન બાદ ચોમાસાનો વિધિવત વરસાદ થશે
Published by:ankit patel
First published:

Tags: Heavy rain, ગુજરાત, ચોમાસુ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन