ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 9, 2019, 9:58 AM IST
ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદની આગાહી, 7 જૂલાઈ સુધીમાં 21 ટકા ઓછો વરસાદ નોંધાયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. એરસાયક્લોન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશન છેલ્લા બે ત્રણ દિવસથી સારો વરસાદ વરસાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સેલવાસમાં સારો વરસાડ પડ્યો છે.

આ પણ વાંચો :  ત્રણ વર્ષમાં સિંહ પાછળ માત્ર 23.17 કરોડ જ અને વાઘ માટે 1010.69 કરોડ ફાળવ્યા!

હવામાન વિભાગના આગાહી મુજબ ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દિલ્હી, હરિયાણામાં 24 કલાકમાં ચોમાસું બેસશે. 1 જૂનથી 7 જૂલાઈ સુધીમાં સામાન્ય કરતા 21 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સમય દરમિયાન દેશમાં 179 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે 225.4 મિમી વરસાદ થવો જોઈતો હતો.

અત્યાર સુધીમાં 20 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ ગત વર્ષની સરખામણીમાં ખરીફ પાકના વાવેતરમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે.
First published: July 9, 2019, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading