ખેડૂતો માટે માઠા સમાચાર, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના

ખેડૂતો માટે માઠા સમાચાર, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના
સેટેલાઇટ તસવીર.

ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં હાલ તાપમાન (Temprature) સામાન્ય છે. મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો (Weather) જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon activity) પણ શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મ (Thunderstorm)ના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુ અને કમોસમી વરસાદ (Unseasonal rain)થી ખેડૂતો પરેશાન થયા છે.

હવામાન વિભાગની આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોકે, 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે લૉ પ્રેશર બનવાની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લૉ પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. જોકે, વાવઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ જાય તે પણ મહત્ત્વનું રહેશે. હાલ તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે. પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.આ પણ વાંચો: લગ્નનનાં પાંચ જ કલાકમાં દુલ્હનનું નિધન, ડોલીના બદલે અર્થી ઉઠી, પતિએ આપ્યો મુખાગ્નિ

ખેડૂતો માટે માઠા સમાચાર

બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. 13 મેના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: અકસ્માત બાદ ડીઝલ ભરેલા ટેન્કરમાં પંક્ચર થયું અને લોકોને મજા પડી, ડીઝલ લેવા લાઈનો લાગી

આ પણ વાંચો: સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે મોટો આંચકો, હીરા વેપારી 50 કરોડનું ઉઠમણું કરીને ભાગી ગયાની ચર્ચા

તાપમાન અંગે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહશે. હાલ તાપમાન 41 ડીગ્રી આસપાસ પહોચ્યું છે. હજી પણ ચાર દિવસ સુધી તાપમાન 41થી 42 ડીગ્રી આસપાસ નોંધાશે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદ શહેરમાં 42 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાશે.
Published by:Vinod Zankhaliya
First published:May 11, 2021, 14:39 pm

ટૉપ ન્યૂઝ