Home /News /madhya-gujarat /વરસાદી સિસ્ટમ સક્રિય, 16-17 ઓગસ્ટે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

વરસાદી સિસ્ટમ સક્રિય, 16-17 ઓગસ્ટે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

સેટેલાઇટ તસવીર

    બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ એટલે કે 16મી અને 17મી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે.

    ખેડૂતોમાં ચિંતાનો મોજું

    ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

    ગુજરાતમાં સરેરાશ 56 ટકા વરસાદ

    અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરેરાશ 12 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 29 ટકા જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 60 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી  સૌથી વધારે સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો છે.

    આખા રાજ્યની વાત કરવામાં આવે તો સરેરાશ 464 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહિના પ્રમાણે વાત કરવામાં આવે તો જૂન 2018 દરમિયાન સરેરાશ 68 મિલીમીટર, જુલાઈ 2018 દરમિયાન 383 મિલીમીટર અને ઓગસ્ટ (13 ઓગસ્ટ સુધી)માં 14 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, Heavy rain, Heavy rain forecast, IMD, Saurashtra Kutch, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन