અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, શહેરીજનોમાં આનંદ છવાયો

News18 Gujarati
Updated: July 6, 2019, 3:27 PM IST
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, શહેરીજનોમાં આનંદ છવાયો
અમદાવાદમાં પડતા વરસાદની તસવીર

શનિવારે બપોર પછી પશ્વિમ અને પૂર્વ અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદ પડતા શહેરીજનોએ બફારામાંથી રાહત મેળવીને ઠંડક અનુભવી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ધીમે ધીમે વરસાદ આખા ગુજરાતમાં જામવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઇ છે. શનિવારે બપોર પછી પશ્વિમ અને પૂર્વ અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદ પડતા શહેરીજનોએ બફારામાંથી રાહત મેળવીને ઠંડક અનુભવી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં શનિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. બપોરબાદ વરસાદી માહોલ સર્જાયો હતો અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. અમદાવાદના પશ્વિમ વિસ્તારની વાત કરીએ તો એસ.જી. હાઇવે, વેજલપુર, મકરબા, પકવાન, પ્રહલાદનગર, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત પૂર્વ અમદાવાદમાં સીટીએમ, અમરાઇવાડી, બાપુનગર, ઓઢવ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને જેથી વાહનવ્યવહારને અસર થઇ હતી. વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી છવાઇ હતી.

First published: July 6, 2019, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading