Home /News /madhya-gujarat /

યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે! ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર મીઠી મીઠી વાતો કરવા લાગે તો ચેતજો!

યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે! ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર મીઠી મીઠી વાતો કરવા લાગે તો ચેતજો!

આરોપી.

Gujarat railway police: ગુજરાત રેલવે પોલીસે ભારતના અલગ અલગ રાજ્યમાં જઈ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના અને માલસામાનની ચોરી લૂંટ કરતી આંતરરાજ્ય સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને હરિયાણાથી ઝડપી લીધો છે. 

અમદાવાદ: જો તમે ટ્રેનમાં મુસાફરી (Train journy) કરો છો અને તમારી સાથે જ કોઈ મુસાફરી કરતો કોઈ સૂટબૂટ સજ્જ અજાણ્યો મુસાફર તમારી સાથે મીઠી મીઠી વાતો કરી તમને ભોળવવાનો પ્રયાસ કરે તો ભોળવાતા નહીં. એ કોઈ લૂંટારું ગેંગ (Gang)નો સૂત્રધાર પણ હોઈ શકે છે! રેલવે પોલીસે (Railway police) ચાલુ ટ્રેનમાં લૂંટ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો છે. જેની ચોરી લૂંટ કરવાની મોડ્સ ઓપરેન્ડી (Modus operandi) જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગુજરાત રેલવે પોલીસે ભારતના અલગ અલગ રાજ્યમાં જઈ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના અને માલસામાનની ચોરી લૂંટ કરતી આંતરરાજ્ય સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને હરિયાણાથી ઝડપી લીધો છે.

ગુજરાત રેલવે પોલીસના સકંજામાં આવેલો આ આરોપી ચાલુ ટ્રેનમાં ચોરી લૂંટની ઘટનાઓને અંજામ આપતી સાંસી ગેંગનો સભ્ય છે. જેનું નામ છે રાજબીર ઓમપ્રકાશ સીંગ. જેને રેલવે પોલીસે હરિયાણાના કૈથલ જિલ્લાના ક્લાયતથી પકડી પાડ્યો છે. આરોપીની કડક પૂછપરછ કરતા ગુજરાત (Gujarat)માં એક, મહારાષ્ટ્ર (Maharashtra)માં ત્રણ, રાજસ્થાન (Rajasthan)માં એક અને કર્ણાટક (Karnataka)માં એક એમ કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અગાઉ તે 2015માં ગુજરાતમાં પાંચ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. સાંસી ગેગની ચોરી લૂંટ કરવાની મોડ્સ ઓપરેન્ડી અંગે અમદાવાદ પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ (Parikshita Rathod)એ જણાવ્યું કે, આ ગેંગના સભ્યો પાંચ કે સાત લોકોની ટુકડીમાં એક્ટિવ હોય છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યમાં ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ચોરી લૂંટ માટે ટાર્ગેટ કરે છે. જે રાજ્યમાં ચોરી કરે છે તે રાજયમાં જઈ ત્યાંના સ્થાનિક લોકોને ભોળવી તે વ્યક્તિના સીમકાર્ડ મેળવી ગુનો આચરવા તે સીમકાર્ડનો ઉપયોગ કરે છે.

નીચે વીડિયોમાં જુઓ: રાજકોટમાં ઇકો કાર અચાનક પલટી ગઈ

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો અને તેમાંય વૃદ્ધ લોકો કે જે લોકો પોતાનો માલ-સામાનની વધારે કેર કરતા હોય તેની રેકી કરે છે અને પછી ચોરીને અંજામ આપે છે. આ ગેંગ પેસેન્જરને વિશ્વાસમાં લઈ તેઓને મદદ કરવાના બહાને બેગ સાઈડમાં લઈ જઈને બેગની ચેન ખોલી બેગમાં રહેલા કિંમતી માલસામાન પાઉચ ચોરી લે છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે તે મુસાફરને પોતે લૂંટાયો હોવાની અથવા માલસમની ચોરી થઈ હોવાની માહિતી તે ઘરે પહોંચે ત્યારે થાય છે. મહત્ત્વનું છે કે હાલ રેલવે પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ આચરેલા વધુ ગુનાઓ અને તેના ગેંગની વધુ વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Railway police, ટ્રેન, ભારતીય રેલવે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन