Home /News /madhya-gujarat /

રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપો, અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલની રજૂઆત

રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપો, અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલની રજૂઆત

રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપો, અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલની રજૂઆત

રાહુલ ગાંધી સામે માનહાનીનાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં બે કેસ ચાલે છે

અમદાવાદ : રાહુલ ગાંધી સામે માનહાનીનાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં બે કેસ ચાલે છે. આ મામલે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જબલપુરમાં જાહેર સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેને લઇને અમદાવાદ ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેમની સામે બદનક્ષીનો કેસ કર્યો છે. અમિત શાહ અને પાર્ટીની છાપ ખરડાઇ છે અને તેને લઈને જ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે.

આ કેસની અંતર્ગત આજે રાહુલ ગાંધી તરફથી કેસની મુદતે કોર્ટમાં હાજરી આપવાની મુક્તિની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધીને કોર્ટમાં મુદતે હાજર રહેવામાંથી મુક્તિ આપો. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના જજમેન્ટસને વકીલે કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ પણ વાંચો - ખેડૂતોને હવે દિવસે વીજળી અપાશે, રાજ્યના 17.25 લાખ ખેડૂતોને લાભ મળ

દિલ્હીથી વારંવાર મુદતે હાજરીમાંથી મુક્ત રહેવા રાહુલ ગાંધીએ કોર્ટમાં દાદ માંગેલી છે. આ કેસમાં હવે વધુ સુનાવણી 26 ઓક્ટોબરે મેટ્રો કોર્ટમાં હાથ ધરાશે. ઉપરાંત વધુ એક કેસ માં Adc બેંકના ચેરમેને પણ રાહુલ ગાંધી પર માનહાનીનો દાવો કરેલો છે. Adc બેંકના ચેરમેન અજય પટેલે અરજી કરી છે. જે કેસમાં આજે Adc બેંકના વકીલે સમયની માંગ કરતા સુનાવણી ટળી હતી. વધુ સુનાવની આગામી દિવસમાં હાથ ધરાશે.

એડીસી બેંક પર નોટબંધી સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી નાણા કાળા ધોળા કરવાનો આરોપ મૂક્યો હતો. તેને લઈને પણ બદનક્ષીનો દાવો એડીસી બેંક દ્વારા અમદાવાદની મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે કરવામાં આવેલો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Metro Court, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन