'બેહતર ભારત' અભિયાનની શરૂઆત કરાવવા રાહુલ ગાંધી આવશે ગુજરાત

News18 Gujarati
Updated: January 9, 2019, 3:37 PM IST
'બેહતર ભારત' અભિયાનની શરૂઆત કરાવવા રાહુલ ગાંધી આવશે ગુજરાત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધી 18 જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી વચ્ચે કોઈ એક તારીખે એનએસયુઆઈના કાર્યક્રમમાં હાજરી આપશે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જાન્યુઆરીમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદ ખાતે 'બેહતર ભારત' અભિયાનની શરૂઆત કરાવશે. કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં રાજ્યની વિવિધ કોલેજોના એક હજાર જેટલા NSUIના હોદેદારોને સંબોધન કરીને માર્ગદર્શન પણ આપશે.

રાહુલ ગાંધી 18 જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી વચ્ચે કોઈ એક તારીખે એનએસયુઆઈના કાર્યક્રમમાં હાજરી આપશે. રાહુલ ગાંધી તરફથી આ ચાર સંભવિત તારીખ આપવામાં આવી છે. એનએસયુઆઈ તરફથી ફર્સ્ટ વોટર (પ્રથમ વખત મતદાન કરનાર)ને આકર્ષવા માટે 'બેહતર' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ વખત મતદાન કરનાર વ્યક્તિને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ સવર્ણ અનામત બિલ: 'પહેલા રોજગારી આપો, પછી અનામતની વાત કરો'- કોંગ્રેસ

અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

રાધનપુરના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે તે ગુરુવારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તે દિલ્હી જઈને પક્ષ પ્રમુખને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ વિશે અવગત કરાવશે. અલ્પેશે ભાર આપતા કહ્યું હતું કે મારા સમર્થકોને યોગ્ય સન્માન મળવું જોઈએ. અલ્પેશ ઠાકોર 20મી જાન્યુઆરીના રોજ ખેડૂત બેરોજગાર મુદ્દે એક એકતા યાત્રા પણ કાઢશે. વધુમાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પરિવારમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાથી હું દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા જઈશ.

સર્વણ આરક્ષણના નિયમનને આવકારું છુંઃ અલ્પેશ ઠાકોરસવર્ણોને અનામત અંગે કેન્દ્ર સરકારના નિર્ણય અંગે અલ્પેશે જણાવ્યું કે, "હું કેન્દ્ર સરકારના 10 ટકા અનામતના નિર્ણયને આવકારું છું. સાથે અપેક્ષા રાખું છું કે આનો યોગ્ય અમલ કરવામાં આવે. સાથે સાથે અમારી માંગણી છે કે સરકાર ઓબીસી સમાજ માટેની યોજનાઓનો પણ યોગ્ય અમલ કરે.
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading